રિયાની FIR સીબીઆઈ સુધી પહોંચી, સુશાંતની બહેનોની પૂછપરછ થઇ શકે!

મુંબઇ  

અભિનેતાના મૃત્યુના 4 મહિના પછી પણ સુશાંત સિંહ રાજપૂત કેસ ફસાયો છે. આ કેસ સીબીઆઈના હાથમાં છે અને આ કેસને લઇને ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારથી આ કેસમાં ડ્રગ એંગલ લેવામાં આવ્યો છે ત્યારથી તપાસની તપાસ સંપૂર્ણ બદલાઈ ગઈ છે, એવું માનવુ છે સુશાંતના પિતાના વકીલ વિકાસસિંઘનું.

સુશાંત કેસમાં બિહારમાં સુશાંતના પરિવાર દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી, તેવી જ રીતે રિયા ચક્રવર્તીએ પણ આ કેસમાં સુશાંતના પરિવાર વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી. આ એફઆઈઆર હવે સીબીઆઈ સુધી પહોંચી ગઈ છે. આ એફઆઈઆર પર ટૂંક સમયમાં કાર્યવાહી પણ થઈ શકે છે. આ અંગે વિકાસસિંહનો જવાબ પણ આવી ગયો છે.

સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંઘના જણાવ્યા અનુસાર સુશાંતની બહેનોને પૂછપરછ માટે હજી સુધી સીબીઆઈ તરફથી કોઈ સમન મળ્યું નથી પરંતુ જ્યારે પણ તેમને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે સુશાંતની બહેનો ત્યાં પહોંચશે અને સંપૂર્ણ ટેકો આપશે.  

રિપોર્ટ્સ અનુસાર, રિયા દ્વારા સુશાંતના પરિવાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર હવે મુંબઈ પોલીસ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવી છે અને સીબીઆઈ બહેનોને સુશાંત સુસાઇડ કેસમાં પૂછપરછ માટે ગમે ત્યારે બોલાવી શકે છે. વિકાસએ કહ્યું છે કે જ્યારે પણ આ કરવામાં આવશે, ત્યારે પરિવાર અને નજીકના લોકો સીબીઆઈને સંપૂર્ણ ટેકો કરશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution