મુંબઇ-
છેવટે રિયા ચક્રવર્તીએ NCBના 55મા પ્રશ્નમાં સ્વીકારી લીધું કે તે ડ્રગ્સ લેતી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહી છે. આ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ પણ ચાલુ જ છે. અધિકારીઓએ 36 કલાક રિયાને પ્રશ્નો કર્યા. 55મો પ્રશ્ન હતો કે, તમે કેટલા સારા એક્ટ્રેસ છો?
રિયાએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, હું બહુ સારી એક્ટ્રેસ છું. ત્યારે અધિકારીઓએ કહ્યું કે, હાલ તો એક્ટિંગ કરવા માટે સારો સમય નથી. જો તમે ડ્રગ્સ લેતા નહોતા તો પણ તમે ડ્રગ પેડલર છો અને આ તો વધારે ગંભીર ગુનો છે. આ સાંભળતા રિયા તૂટી ગઈ અને સ્વીકારી લીધું કે હા, હું ડ્રગ્સ લેતી હતી.
રિયા 22 સપ્ટેમ્બર સુધી ભાયખલા જેલમાં જ રહેશે. NCBએ રિયાની ડ્રગ્સ કેસમાં સામેલ હોવાને લીધે ધરપકડ કરી હતી. રિયા ઉપરાંત તેનો ભાઈ શોવિક, સુશાંતનો સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પણ NCBની કસ્ટડીમાં છે. આ દરેકની જામીન અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી થશે.