ભારતના આ રાજયમાં ગુજરાતના અમદાવાદ જેવા બનશે રિવરફ્રન્ટ, પ્રતિનીધી મંડળે લીધી મુલાકાત

અમદાવાદ-

જમ્મુ કાશ્મીરમાં તાવી નદી પર સાબરમતી જેવો રિવરફ્રન્ટ બનાવવા માટે ત્યાંના અધિકારીઓએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. મહત્વનું છે કે ત્યાંના પ્રિન્સિપલ સેક્રેટરી, લેફ્ટેનન્ટ ગવર્નર, કલેક્ટર, કમિશનર સહિત એન્જીનિયરોની ટીમે ગઇકાલે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. અને વિવિધ મુદ્દાઓ અંગે મહત્વની ચર્ચાઓ કરી હતી. નદી પર બનનારા કુલ સાડા ત્રણ કિલોમીટરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. કુલ 400 કરોડના પ્રોજેક્ટ કોસ્ટની 0.50 ટકા લેખે જમ્મુ સરકાર અમદાવાદ કોર્પોરેશનની કન્સલ્ટન્સી ફી ચૂકવશે. જો કે, સાડા ત્રણ કિલોમીટર પૈકી હજુ માત્ર દોઢ કિલોમીટરના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. તે સંબંધિત જરૂરી માર્ગદર્શન માટે જમ્મુ સરકારે મ્યુનિ.ને હાલ 1 કરોડ રૂપિયા ફી આપી છે. અમદાવાદ રિવરફ્રન્ટ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારનો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તે માટે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી અને જમ્મુમાં તાવી નદી પર બનાવવામાં આવનાર રિવરફ્રન્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કન્સલ્ટન્સી ફર્મ તરીકે એક કરોડ રૂપિયા જમ્મુ સરકાર ચૂકવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution