મુબંઇ-
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) સતત નવા રિકોર્ડ બનાવી રહી છે. કંપની હવે વધુ એક નવો રિકોર્ડ બનાવ્યો છે. દેશની બધી સરકારી કંપનીઓની મિલકત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી ઓછી થઈ છે. મુકેશ અંબાણીની ઇૈંન્ની માર્કેટ વેલ્યુએશન હવે દેશની દરેક સરકારી કંપનીઓની કુલ મૂડીથી પણ વધુ થઈ છે. એમ એક મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે.
રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી 2020થી અત્યાર સુધી દેશની સૌથી વેલ્યુએબલ કંપની RILના શેર 54.6 ટકા વધ્યા છે. આ વધારા પાછળ ગૂગલ, ફેસબુક અને સિલ્વરલેક જેવી મોટી કંપનીઓને મુકેશ અંબાણી દ્વારા જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલના શેર વેચવાનું પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ મુજબ દેશની લગભગ 83 પબ્લિક સેક્ટર અંડરટેકિંગની કુલ માર્કેટ કેપિટલાઇજેશન 15.16 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે બીજી તરફ RIL માર્કેટ કેપ 15.30 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં દેશની બધી પબ્લિક સેકટર કંપનીઓનું માર્કેટ કેપ 19.3 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ 9.6 લાખ કરોડ રૂપિયા જ હતું. રિપોર્ટ પ્રમાણે ગત મહિને ઇૈંન્ના ઇક્વિટી કેપિટલથી 33બિલિયન ડોલરની મૂડી એકત્ર થઈ. ઉપરાંત, છેલ્લા 6 મહિનામાં RILએ તેના રોકાણકારોની ધનરાશિને પણ બે ગણીથી વધુ કરી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ મંગળવાર સુધી RILનું માર્કેટ કેપ 207.88 બિલિયન ડોલર નોંધાયું. જે ભારતમાં સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ કંપનીઓના 10 ટકા છે. આપને જણાવી દઈએ કે ભારત દુનિયાનું 10મું સૌથી મોટું ઇક્વિટી બજાર છે. જેનું માર્કેટ વેલ્યુએશન લગભગ 2.11 ટ્રિલિયન ડોલર છે.