ધોળકા-બગોદરા હાઈવે પર રિક્ષા અને કારની ટક્કર, ચાર લોકોનાં મોત

અમદાવાદ-

ધોળકા-બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. બગોદરા હાઈવે પર ખાનપુર ફાટક પાસે CNG રિક્ષા અને કાર વચ્ચે ગંભીર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ થયા હતા.અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતા જ ધોળકા રૂરલ પોલીસ પહોચી હતી. અકસ્માતમાં એક દોઢ વર્ષના બાળકનું પણ કરુણ મોત થયું છે. મૃતકમાં 14 વર્ષીય બાળક, એક દોઢ વર્ષનું બાળક અને 2 પુરુષ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ 2 લોકોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ ખાનપુરના પરિવારને અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ધોળકા-બગોદરા હાઇ વે પર CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. જો કે આ અકસ્માતમાં મૃતકોમાં 14 વર્ષીય સગીર, દોઢ વર્ષના બાળક તેમજ બે પુરુષના મૃત્યું થયા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.  આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મૃત્યું થયા છે, જેમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. જો કે પ્રાથમિક તપાસમાં આ તમામ મૃતકો અમદાવાદના ખાનપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution