બાળકોને વિદેશમાં ભણાવવા આતુર ધનાઢ્ય ભારતીયો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં નબળા



ભારતના ૭૮ ટકા જેટલા ધનાઢ્ય ભારતીય માતા-પિતા પોતાના બાળકને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલવા ઈચ્છે છે. આ ટકાવારી ઘણી જ નોંધપાત્ર છે પરંતુ બીજી તરફ એક સ્ટડી પ્રમાણે આવા માતા-પિતા ફાઈનાન્સિયલ પ્લાનિંગમાં ઘણા નબળા જાેવા મળ્યા છે. ફક્ત ૫૩ ટકા શ્રીમંત ભારતીય માતા-પિતા પાસે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને પોતાના રિટાયર્મેન્ટનું પ્લાનિંગ છે.

હાલમાં વિદેશમાં અભ્યાસ કરવા જવાનો ધ્યેય રાખતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે અને માતા-પિતા પણ ઈચ્છતા હોય છે કે તેમનું બાળક વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. મોટા ભાગના શ્રીમંત ભારતીય માતા-પિતા તેમના બાળકને અભ્યાસ માટે વિદેશ મોકલવાની ઈચ્છા ધરાવતા હોય છે અથવા તો વિદેશી યુનિવર્સિટીઓમાં પહેલાથી જ તેમનું એક બાળક અભ્યાસ કરે છે. આવા શ્રીમંત માતા-પિતાની ટકાવારી ૭૮ ટકા જેટલી થાય છે. પરંતુ વાત જ્યારે ફાઈનાન્સિયલ પ્લાનિંગની આવે છે ત્યારે આ સંખ્યામાં ધરખમ ઘટાડો જાેવા મળે છે. એટલે કે શ્રીમંત માતા-પિતા બાળકને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા તો ઈચ્છે પરંતુ તેમની પાસે ફાઈનાન્સિયલ પ્લાનિંગનો અભાવ જાેવા મળે છે. ૐજીમ્ઝ્રના એક રિપોર્ટ પ્રમાણે આવા માતા-પિતા પોતાની નિવૃત્તિ કરતાં પોતાના બાળકના ઈન્ટરનેશનલ એજ્યુકેશનને વધારે પ્રાથમિકતા આપે છે.

૨૦૨૫ સુધીમાં ૨૦ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશી અભ્યાસ કરી રહ્યા હશે તેવી ધારણા છે. ગ્લોબલ સ્ટડી 'ક્વોલિટી ઓફ લાઈફ' દ્વારા આર્થિક રીતે સજ્જ એવા ૧૪૫૬ ભારતીયો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે, ખર્ચ સતત વધી રહ્યો હોવાથી માતા-પિતા માટે ફંડ પ્રાથમિક ચિંતાનો વિષય છે. હાયર એજ્યુકેશન માટે લોકપ્રિય યુએસ અને યુકે જેવા દેશોમાં ત્રણ અથવા ચાર વર્ષના ડિગ્રી પ્રોગ્રામ માટે ઈન્ટરનેશનલ સ્કૂલિંગનો ખર્ચ તેમની ચિંતાનો વિષય છે. આવા દેશોમાં અભ્યાસ માટે ભારતીય માતા-પિતાની નિવૃત્તિ બચતના ૬૪ ટકા સુધીનો ખર્ચ થઈ શકે છે. આ રિપોર્ટ પ્રમાણે ફક્ત ૫૩ ટકા ભારતીય માતા-પિતા પાસે તેમના બાળકોના વિદેશ અભ્યાસ માટે નાણાકીય ખર્ચ માટે એજ્યુકેશન સેવિંગ પ્લાન છે. આ સર્વેમાં ભાગ લેનારા ૪૦ ટકા ઉત્તરદાતાઓ અપેક્ષા રાખે છે કે તેમનું બાળક સ્ટુડન્ટ લોન લેશે. જ્યારે ૫૧ ટકા લોકો આશા રાખે છે કે તેઓ સ્કોલરશિપ મેળવશે. જાેકે, લગભગ એક તૃતીયાંશ એટલે કે ૨૭ ટકાએ કહ્યું છે કે તેઓ તેમના બાળકના શિક્ષણ માટે ફંડ માટે તેમની સંપત્તિ વેચવાનું પણ વિચારશે. આ સ્ટડીમાં નોંધવામાં આવ્યું છે કે, જરૂરી ભંડોળ મેળવવાની ટોચ પર ઘણી બધી ટાસ્ક રહેલી હોય છે જેમાં તેમના બાળકને યોગ્ય અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદ કરવામાં મદદ કરવા અને તેઓ ઈચ્છિત યુનિવર્સિટી માટે પ્રવેશના માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા જેવા બહુવિધ કાર્યો સામેલ છે. આ બધી બાબતો ભારતીય માતા-પિતાના તણાવના સ્તરમાં નોંધપાત્ર વધારો કરે છે.

બાળક વિદેશમાં અભ્યાસ માટે જાય ત્યારે અભ્યાસના ખર્ચ ઉપરાંત અન્ય ઘણા ખર્ચાઓ હોય છે. વિદેશમાં બાળકના શિક્ષણ ખર્ચ ઉપરાંત આ સ્ટડીમાં ફાઈનાન્સિયલ ગોલ્સ, સ્વાસ્થ્ય સંબંધિત જાેખમો, વધતો હેલ્થકેર ખર્ચ અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની અસર સહિત વ્યક્તિઓના દ્રષ્ટિકોણનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે ધનાઢ્ય વ્યક્તિઓની ટોચની પાંચ ચિંતાઓમાં કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત હાઈ ઈન્ફ્લેશન, શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, હેલ્થકેરનો ઊંચો ખર્ચ અને આરામદાયક નિવૃત્તિ માટે પૂરતી બચત કરવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. ભારતીય ઉત્તરદાતાઓમાં ૪૫ ટકા લોકોના ટોચના ફાઈનાન્સિયલ ગોલ્સમાં પરિવારને આર્થિક ટેકો આપવો છે. જ્યારે ૪૧ ટકા લોકો માટે નાણાકિય સુરક્ષા માટે સંપત્તિ વધારવી, ૪૦ ટકા લોકો માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવું, ૪૦ ટકા માટે પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચ માટે બચત કરવી અને ૩૮ ટકા લોકો માટે નિવૃત્તિ માટેનું આયોજન કરવું છે.

બાળકોના અભ્યાસ સહિતની ચિંતાઓ હોવા છતાં મોટાભાગના ભારતીયો માને છે કે તેઓ આર્થિક રીતે સ્વસ્થ છે. ૬૦ ટકાથી વધુ લોકોએ તેમની કુલ લિક્વિડ અને રોકાણ કરી શકાય તેવી એસેટ્‌સમાં વધારો જાેયો છે જ્યારે ૩૬ ટકા લોકોએ વધુ ફેરફાર જાેયો નથી, તેમ અભ્યાસમાં જાણવા મળ્યું છે. હ્લ.ૈં.ઇ.ઈ એટલે કે ફાઈનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ, રિટાયર અર્લીએ યુવા પેઢીનો મંત્ર હોઈ શકે છે, પરંતુ લગભગ ૬૦ ટકા સમૃદ્ધ ભારતીયો નિવૃત્તિ પછી કામ કરવાની યોજના ધરાવે છે. તેમાંથી ૪૦ ટકાથી વધુ લોકો પ્રાથમિક રીતે તેમના મૃત્યુ પછી સંપત્તિ ટ્રાન્સફર કરવા માગે છે. જ્યારે ૩૭ ટકા લોકો તેમના જીવનકાળ દરમિયાન તેમની સંપત્તિનો એક ભાગ ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે અને બાકીનો ભાગ મૃત્યુ બાદ ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution