૧૧ વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં રામ ગોપાલ વર્માએ ૧૪ ફ્લોપ ફિલ્મો આપી

  લેખકઃ ખ્યાતિ શાહ


બોલીવુડમાં હોરર કે થ્રિલર ફિલ્મો બનાવનાર એક માત્ર દિગ્દર્શક એટલે આરજીવી- રામ ગોપાલ વર્મા. રામ ગોપાલ વર્માનો જન્મ તેલુગુ પરિવારમાં ૭ એપ્રિલ ૧૯૬૨માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ સિકંદરાબાદમાં અને બીઈ  સિવિલ એન્જિનિયરિંગ વિજયવાડાથી પૂર્ણ કર્યું. કોલેજકાળ દરમિયાન વર્માને ફિલ્મોમાં રસ તેમના કાકાના કારણે આવ્યો હતો. તેઓ ઘણીવાર ક્લાસ બંક કરી ફિલ્મો જાેવા જતા. અમુક દ્રશ્યો જાેવા તેઓ એકની એક ફિલ્મ વારંવાર જાેતા. તેમના મતે તેઓ ફિલ્મ ડિરેક્શન આ રીતે જ શીખ્યા. અભ્યાસ કરી તેઓ હૈદરાબાદમાં ક્રિષ્ના ઓબેરોય હોટલમાં સાઈટ એન્જિનિયરિંગ તરીકે જાેડાયા. દરમિયાન હૈદરાબાદની રેન્ટલ લાઇબ્રેરીની મુલાકાત લીધી. તેમને આઈડિયા અને કન્સેપ્ટ ગમી ગયો પછી તેમણે હૈદરાબાદમાં જ અમીર પેટ ખાતે કામ શરૂ કર્યું. જેના થકી તેમણે ફિલ્મની જગતમાં પગપેસારો શરૂ કર્યો. રામ ગોપાલ વર્મા એક ઇન્ડિયન ફિલ્મ ડિરેક્ટર સ્ક્રીન રાઈટર અને પ્રોડ્યુસર છે. જે તેલુગુ, હિન્દી અને કન્નડ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ જાણીતા છે.


બોલીવુડમાં નવા યુગના અગ્રણી ડિરેક્ટરોમાંના એક તરીકે વર્માની ગણનાં થાય છે. ૨૦૦૪માં બીબીસી વર્લ્ડની સીરીઝ બોલીવુડ બોસમાં પણ તેમનો સમાવેશ કરાયો હતો. ૨૦૦૬માં ફિલ્મ સોસાયટી ઓફ લિંકન સેન્ટરે ફિલ્મ કોમેન્ટ નામના પ્રકાશનમાં વર્માને એક્સપરિમેન્ટલ ફિલ્મ્સ પર તેમના કામ માટે બોમ્બેના સૌથી સફળ માવેરીક તરીકે ઓળખાવ્યા હતા. તેમના કાર્યકાળમાં વર્મા અનેક પુરસ્કારોથી સન્માનિત થયા પરંતુ બોલીવુડમાં ફેમની સાથે સાથે બીજું ઘણું મળતું હોય છે. જેમાંથી રામ ગોપાલ વર્મા પણ બાકાત રહ્યા ન હતા.


રામગોપાલ વર્મા જેટલા પોતાની ફિલ્મોથી પ્રખ્યાત થયા છે એટલા જ જીવનના અતરંગી કિસ્સાઓથી પણ ફિલ્મ જગતમાં ચર્ચામાં રહ્યા છે. એવું સાંભળવામાં આવ્યું હતું કે, એક સમયે તે પોતાનાથી ૧૧ વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં પડ્યા હતા. જેથી તે અભિનેત્રી સાથે એક પછી એક ફિલ્મ બનાવતા ગયા. ક્યારેક તો એવું પણ બન્યું છે કે, ઘરે બેસીને મોબાઈલ ફોન પર જ એવી ફિલ્મ બનાવી કે તે ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. એટલું જ નહી તેમાંથી પણ લાખોની કમાણી કરી હતી.

રામગોપાલ વર્મા અને તેમના વિવાદોની ક્યારેય સમાપ્તિ જ નથી. આમ તો લિસ્ટ બહુ જ મોટું છે. વર્મા અવારનવાર સમાચાર પત્રો અને ચેનલોની હેડલાઇન્સમાં જ રહે છે, પરંતુ એ દિવસોમાં સત્યા, રંગીલા અને ભૂત જેવી ફિલ્મો આપનાર વર્મા હવે, ફક્ત વિવાદોનો પર્યાય બની રહ્યા છે એમ કહેવું પણ ખોટું નથી.


વર્માના એક બહુ ચર્ચિત કિસ્સાની વાત કરીએ તો, વર્મા પરિણીત હોવા છતાં બોલીવુડની એક અભિનેત્રીના પ્રેમમાં એવા તો ગળાડૂબ હતા કે તેના પ્રેમમાં રંગીલા થઈ ગયા. તમને અંદાજાે આવી જ ગયો હશે કે, કઈ અભિનેત્રીની વાત થઈ રહી છે. હા એ જ રંગીલા ફિલ્મનીની ઉર્મિલા માતોડકર. જેની સાથેના સંબંધથી રામગોપાલ વર્માની ચર્ચા વધી ગઈ હતી. જાેકે, ઉર્મિલા સાથેની વાતચીતથી ખુલાસો થયો હતો કે, ઉર્મિલાએ ક્યારેય વર્માને પ્રતિસાદ આપ્યો ન હતો. ઊલટું રામ ગોપાલના લીધે ઉર્મિલાને હોમ બ્રેકરનું લેબલ મળી ગયું હતું. છતાં પણ વર્મા ઉર્મિલાના પ્રેમમાં એટલા દીવાના હતા કે, તેઓ ફિલ્મો બનાવતા જ ગયા. જેમાં ઘણી ફ્લોપ ફિલ્મોની ભેટમાં આપી.


રામગોપાલ વર્માએ શૂલ, રંગીલા, મસ્ત, સત્યા અને શિવા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મી કારકિર્દીમાં કુલ ૩૪ ફિલ્મો આપી જેમાંથી ૨૯ ફિલ્મો ફ્લોપ રહી કાં તો તેનાથી પણ ખરાબ પ્રદર્શન કર્યું. આ પૈકી ૧૪ ફિલ્મો તો એવી હતી કે તે એક પછી એક સળંગ ફ્લોપ રહી હતી. એના પરથી એવું પણ કહેવાતું કે, રામગોપાલ વર્મા હવે, ક્રિએટિવિટીના નામ પર ડબ્બો છે. લોકડાઉનમાં તો હદ જ કરી નાખી. મોબાઈલથી શૂટ કરેલી એક એડલ્ટ મૂવીએ તો બધાને ઝટકો જ આપ્યો. તેમાં પણ વર્માએ દાવો કર્યો હતો કે, ₹૨,૦૦૦ માં બનાવેલી આ ફિલ્મે મને રૂ. ૭૦ લાખની કમાણી કરી આપી. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, વર્માની કોન્ટ્રોવર્સીનો તો ધ એન્ડ જ નથી. પરંતુ તાજેતરમાં વર્માનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે ફરી તેઓ વિવાદમાં આવ્યા હતા. એટલે જ કહેવા છે કે, રામગોપાલ વર્મા જેટલા તેમના ફિલ્મોથી પ્રસિદ્ધ છે એટલા જ તેમની કોન્ટ્રોવર્સિટી માટે બોલીવુડમાં જ નહીં બોલીવુડના ચાહકોમાં પણ ચર્ચામાં રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution