સુરત,ઉમરા પોલીસ મથકની હદમાંથી એક ધનાઢ્ય યુવાનનું અપહરણ કરી જઇ તેને મુક્ત કરવાના બદલામાં રૂ. ૧ કરોડની ખંડણી વસૂલનારી ગેંગને હથિયાર સાથે પકડી પાડી ખંડણીની રકમ રિકવર કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને રાજ્ય સરકાર તરફથી ઇનામ આપવામાં આવ્યું છે. કુલ ૬૮ કર્મચારી અને અધિકારીને મળી રૂ. ૯૧ હજાર રાજ્ય સરકારે જાહેર કર્યા છે.ગઈ તા. ૨૮-૧-૨૦૨૧ના રોજ ઉમરા પોલીસ મથકની હદમાંથી એક ગર્ભશ્રીમંત યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને મુક્ત કરવાના બદલામાં રૂ. ૧ કરોડની ખંડણી વસૂલી હતી. ખંડણીની રકમ ચૂકવી દીધા પછી યુવાનના પરિવારજનોએ પોલીસને જાણ કરીહતી. એ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમ કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં જીવના જાેખમે તમામ અપહરણકારોને કોસંબા નજીકથી દબોચી લીધા હતા. જેની પાસે પિસ્તોલ પણ હતી. આ દિલધડક ઓપરેશન પાર પાડનારી ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમને રાજ્ય સરકાર તરફથી ઇનામો આપવામાં આવ્યાં છે. જેમાં એસીપી આર.આર. સરવૈયા, પોઈ લલિત વાગડિયા અને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને બે બે હાજાર રૂપિયા, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને ૧,૫૦૦, ૧,૨૦૦ ઇનામના રૂપમાં આપવામાં આવ્યા હતા. જ્યારે કે સમગ્ર ઓપરેશનમાં મહત્ત્વની કામગીરીની નોંધ લઈ મહિલા પોસઈ એચ.એ. સિંધાને ઇનામના રૂપમાં રૂ. ૫ હજાર જાહેર કરાયા છે.