અમદાવાદ-
રાજયના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે ત્યારે પારદર્શક, સંવેદનીશલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઇ માળખાકિય અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનિપસિલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧પ૬ નગરપાલિકાઓની ઝોનવાઇઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે.
તે અંતર્ગત ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં વડોદરા ઝોનની ૬ જિલ્લાની ર૬ નગરપાલિકાની રીવ્યુ બેઠક દાહોદ ખાતે યોજાઇ હતી. આ તકે ધનસુખ ભંડેરીએ જણાવેલ. વિશાળ માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, ગરીબ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ સાથે બાગબગીચા, ફલાય ઓવર વગેરે જનસુવિધાઓ સાથે ગુજરાતના શહેર સ્માર્ટ બની રહ્યા છે. ગુજરાત સરકારે રાજયના તમામ શહેરોને વિકસિત બનાવવા સર્વાંગી સર્વસમાવેશક વિકાસની યોજનાઓને અમલમાં મૂકી છે તેમજ આંતરમાળખાકીય સુવિધા ગુજરાતના શહેરોમાં દિન પ્રતિદિન વિસ્રતી જાય છે. રાજયના તમામ મહાનગરોની આસપાસના વિસ્તારો માટે શહેરી વિકાસ સતામંડળ કાર્યરત બન્યા છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે નાગરિક સુખાકારી અને સુવિધાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.
નગરપાલિકાઓ પણ સમૃદ્ધ અને સ્માર્ટ બને, નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહત્તમ ઉપયોગથી લલોકોની પ્રાથમિક સુવિધામાં વધારો થાય તે માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજયની ૧પ૬ નગરપાલિકાઓની રીવ્યુ બેઠકનું તબક્કાવાર આયોજન કરવામાં આવેલ છે ત્યારે વડોદરા ઝોનના ૬ જિલ્લા જેમાં પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર જિલ્લાની કુલ મળી ર૬ નગરપાલિકાઓ જેમાં પંચમહાલ જિલ્લાની ગોધરા, હાલોલ, કલોલ વિ. જગ્યાએ બેઠક મળી હતી.