ગાંધીનગર-
સીએમ વિજય રૂપાણી આજે સરકારી ભરતી મામલે સૌથી મોટો ર્નિણય કર્યો છે. ત્યારે ગાંધીનગર વસંત વિહારમાં શિક્ષિત બેરોજગાર યુવાનો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ શિક્ષિત બેરોજગાર યુવાનો રાજ્ય સરકારે આજે કરેલી જાહેરાત પછીની બાકી રહેલી ભરતી અને નિમણૂંક આપવા માંગણી કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને આજે શિક્ષિત બેરોજગાર યુવાનો આંદોલન કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ યુવાનો સાથે મળીને તેમની મુલાકાત લીધી હતી. વાઘેલા જણાવ્યું કે રાજ્યમાં ૧૦ લાખ યુવાનોને નોકરી આપવાની કેપેસિટી છે, તેમ છતાં ભાજપની સરકાર અગાઉની ભરતીઓની જાહેરાત કરી વાહવાહી લૂંટી રહી છે. અત્યાર સુધી ૧૨ કરોડ લોકો બેરોજગાર નોંધાયેલા છે.
ત્યારે વાઘેલાએ રાજ્યના બેરોજગારોને લાયકાત મુજબ ભથ્થું આપવા માંગ કરી છે. ગાંધીનગર વસંત વિહારમાં શંકરસિંહ વાઘેલાએ શિક્ષિત બેરોજગાર આંદોલનકારીઓની મુલાકાત લઈને તેમની સાથે વાતચીત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પોતાના આંગણે ઉપવાસ પર બેઠેલા યુવાઓની મુલાકાત લઈને તેમની પડતી મુશ્કેલીઓ જાણી હતી. ત્યારબાદ તેમણે એક પ્રેસકોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, શિક્ષિત બેરોજગાર યુવાનો શંકારસિંહના નિવસ્થાને ઉપવાસ પર બેઠા છે. બાપુએ યુવાનો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, હું ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોનો આભાર માનું છું.
ભાજપની જાેહુકુમીવાળી સરકાર સામે યુવાનોએ બાથ ભીડી છે. યુવાનો ભણ્યા તે તેમનો ગુનો છે? સરકાર માં-બાપ તરીકેની ભૂમિકા ભજવવાની હોય, પરંતુ અહીં બધું ઉધું ચાલી રહ્ય્šં છે. આજે ગુજરાત સરકારે કરેલી જાહેરાત એ લોલીપોપ છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર છુટા કરે છે, તે શું નોકરી આપશે. નોકરી આપવાના બદલે સરકાર નોકરી માગનારને મારીને ભગાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારના ૭ વાગ્યાના ભૂખ્યા- તરસ્યા યુવાનો સાથે સરકાર સંવાદ પણ નથી કરતી. સરકાર પોતે કોઈને કોર્ટમાં મોકલીને ભરતી કરતી નથી. ગુજરાતમાં ૧૦ લાખ યુવાનોને નોકરી આપવાની કેપેસિટી હોવા છતાં ભાજપ સરકારની દાનત જ નથી કે યુવાનોને નોકરી આપે. રિટાયર્ડ બ્યુરોકરેટ્સ ગુજરાતનું શાસન ચલાવે છે. આડેધડ કરાયેલા લોકડાઉનના કારણે ઇકોનોમી ખતમ થઈ ગઈ છે. અણઘડ વહીવટના કારણે ૧૨ કરોડ લોકો