નીતિ આયોગની પુનઃરચનાઃ ઉપાધ્યક્ષ અને પૂર્ણ સમયના સભ્યોમાં કોઈ ફેરફાર નહીં


નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નીતિ આયોગની પુનઃરચના કરી છે. નવી સરકારની રચના અને મંત્રી પરિષદમાં કેટલાક નવા મંત્રીઓની નિમણૂક બાદ કમિશનની પુનઃરચના કરવામાં આવી છે.પંચના ઉપાધ્યક્ષ અને પૂર્ણ સમયના સભ્યોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કમિશનના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં, ભાજપ તેના સહયોગીઓનું વિશેષ ધ્યાન રાખી રહ્યું છે, ભાજપના સાથી પક્ષોના પાંચ મંત્રીઓનો સમાવેશ થાય છે - એચડી કુમારસ્વામી , જીતન રામ માંઝી , રાજીવ રંજન સિંહ, કેઆર નાયડુ અને ચિરાગ પાસવાન.નો સમાવેશ કરાયો છે આ વખતે યાદીમાં નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પદનામિત સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અન્ય એક્સ-ઓફિસિયો સભ્યોમાં નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો સમાવેશ થાય છે. અન્ય વિશેષ આમંત્રિતોમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, જેપી નડ્ડા, વીરેન્દ્ર કુમાર , જુઅલ ઓરાઓન, અન્નપૂર્ણા દેવી અને રાવ ઇનદ્રજીતસિંઘ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution