લોકડાઉનના કારણે મોટાભાગની હોટેલ-રેસ્ટોરાં બંધ છે. જો તમે પણ રેસ્ટોરાં જેવા ક્રિસ્પી ભીંડાનો સ્વાદ માણવા માગતા હો તો આજે લોકડાઉન રેસિપીમાં અમે તમારા માટે લાઈને આવ્યા છીએ ક્રિસ્પી ભીંડા રેસિપી. આ ડિશની સૌથી ખાસ વાત એ છે કે, મસાલા અને ચણાના લોટમાં ફ્રાય ભીંડા તે લોકોને ભાવે છે જે ભીંડા ખાવાનું પસંદ નથી કરતાં. શીફ કુણાલ કપૂર પાસેથી જાણો ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.
સામગ્રી :½ કિલો નાના ભીંડા ,3 ચમચી- ચણાનો લોટ ,1 ચમચી- કોર્નફ્લોર ,2 ચમચી- ચોખાનો લોટ ,1 ચમચી- હળદર ,1 ચમચી- ધાણાજીરું ,2 ચમચી આમચૂર પાવડર ,1½ ચમચી લાલ મરચું ,મીઠું-સ્વાદનુસાર ,તળવા માટે તેલ
બનાવવાની રીતઃ
સૌથી પહેલાં ભીંડાને સારી રીતે એક કપડાંથી લૂછી લેવા. ત્યારબાદ મોટા આકારમાં વચ્ચેછી ભીંડાને કટ કરવા અને બીજ કાઢી નાંખવા. હવે એક વાસણમાં ભીંડા રાખો અને તેની ઉપર બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. મિશ્રણમાં મિક્સ કરેલા ભીંડાને તેલમાં ફ્રાય કરો. બ્રાઉન કલરના ભીંડા થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે તેને ફ્રાય કરો હવે એક પ્લેટમાં સર્વ કરો અને પરાઠા અથવા રોટલીની સાથે ક્રિસ્પી ભીંડાનો આનંદ ઉઠાવો.