ત્રણ સોસાયટીના રહીશોનો મતદાર યાદીમાં નામો ન હોવાથી મતદાનથી વંચિત રહ્યા ઃ ધારાસભ્યને રજૂઆત

વડોદરા

આજે તારીખ સાતમીના રોજ સમગ્ર શહેર જિલ્લામાં વિધાનસભાના મતદાનનો મત ઉત્સવ ઉજવાયો રહ્યો. ત્યારે આ મતોત્સવમાં નગરજનો ઉત્સાહપૂર્વક પમતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. જાેકે, કેટલાક મતદાન મથકમાં મતદાતાઓને મતદાર યાદીમાં પોતાના નામો ન હોવાના કડવા અનુભવ થયા હતા. એટલું જ નહીં કેટલાક મતદાન મથકોમાં સિનિયર સિટીઝન માટે વ્હીલ ચેર તથા અન્ય વ્યવસ્થાનો અભાવ જાેવા મળ્યો હતો. પરિણામે મતદાતાઓમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી વ્યાપી હતી.

સયાજીગંજ વિધાનસભાનાં ઈલોરા પાર્ક ખાતે આવેલી તેજસ વિદ્યાલયમાં મતદાતાઓને મતદાર યાદીમાંથી પોતાના નામો ન હોવાથી ગંભીર છબરડો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે મતદાન કરવા આવેલા ધારાસભ્ય મનિષાબેન વકીલ તથા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને આ ગંભીર છબરડાની રજૂઆત કરવામાં આવી હતી.

‌આજે તેજસ વિદ્યાલયમાં ઇલોરા પાર્ક વિસ્તારની સિટીઝન સોસાયટી, અર્બુદા સોસાયટી તથા સૂર્ય નગર સોસાયટીના મતદાતાઓ મતદાન કરવા માટે આવ્યા હતા. તેમને મતદાન માટે આપવામાં આવેલી રિસીપ્ટ મતદાર યાદીમાં સરખામણી કરતા સોસાયટીના મોટાભાગના રહીશોના નામોની યાદી જણાય આવી ન હતી. અલબત્ત, આ ત્રણેય સોસાયટીના રહીશોની નામો જ યાદીમાં ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સિટીઝન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ પટેલ તથા તેમના પત્નીએ કલાક સુધી નામોની તપાસ કરી હતી. આખરે મતદાર યાદીમાં તેમના નામોની યાદી ન મળતા સોસાયટીના પ્રમુખ મુકુંદ પટેલ તથા તેમના પત્નીએ મતદાન કરવા આવેલા ધારાસભ્ય મનિષાબેન વકીલને રજૂઆત કરી હતી. ઉપરાંત અર્બુદા સોસાયટી તથા સૂર્ય નગર સોસાયટીના પણ ઘણા રહીશો મતદાન કર્યા વગર પરત જવું પડ્યું છે અને તેમને પોતાના મતનો અધિકાર ગુમાવ્યો છે.

જણનારીમાં જાેર નહીં ને ડાયણને દોષ દેવો જેવી હાલત કોંગ્રેસની ચૂંટણીમાં દેખાઈ

વડોદરા લોકસભાની બેઠક પર નિરસ રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે અને બન્ને પક્ષના કાર્યકરો પણ નિરૂત્સાહ જાેવા મળ્યા બાદ આજે સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં શહેરના તમામ બુથ પર ભાજપાના કાર્યકરો અને અગ્રણીઓ જાેવા મળ્યા હતા. તો બીજી તરફ ગણ્યા ગાઠ્યા બુથ પર કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ જાેવા મળ્યા હતા.જેને પગલે કાળઝાળ ગરમીમાં પણ ઓછુ મતદાન થશે તેની રાજકીય પક્ષોને થતી ચીંતા વચ્ચે મોડી સાંજ સુધી મળેલી વિગતો મુજબ વડોદરા બેઠક પર ૬૦ ટકા થી વધુ મતદાન થયાનુ જાણવા મળ્યુ છે. ત્યારે ભાજપાનુ બુથ મેનેજમેન્ટ સફળ રહ્યુ હતુ.

વડોદરા લોકસભાની બેઠક પર ચૂંટણી પ્રચાર તો નિરસ રહ્યો હતો. ત્યારે લોકોમાં દેખાતો નિરૂત્સાહ, તેમજ આકરી ગરમી અને વેકેશન સીઝનના કારણે મતદાનમાં ધટાડો થાય તેવી ચીંતા રાજકીય પક્ષોમાં દેખાતી હતી. જાેકે, ભાજપાએ મતદાનના પાંચ દિવસ પૂર્વે તમામ વોર્ડમાં ચૂંટણી ઓફીસ શરૂ કરીને બુથ લેવલ સુધીના કાર્યકરોને સક્રીય કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા બુથ તો દૂર પરંતુ કેટલાક વોર્ડને બાદ કરતા વોર્ડ લેવલે પણ મેનેજમેન્ટ કરી શક્યુ ન હતુ. ત્યારે આજે યોજાયેલા મતદાનના સમય દરમિયાન પણ તમામ બુથ પર મતદાન મથકોની બહાર ભાજપાના કાર્યકરો, અગ્રણીઓ ટેબલ, ખુરશી સાથે જાેવા મળ્યા હતા. તો બીજી તરફ ગણતરીના બુથને બાદ કરતા કોંગ્રેના કાર્યકરો દેખાયાજ ન હતા. આમ મોડી સાંજે મતદાનના આવેલા આંકડા જાેતા ભાજપાનુ બુથ મેનેજમેન્ટ સફળ રહ્યુ હતુ.તો કોંગ્રેસ બુથ પરથી ગાયબ જાેવા મળી હતી.

સિનિયર સિટીઝનોના મદદ માટે શહેર પોલીસ તૈનાત

વડોદરા, લોકસભાની ચૂંટણીમાં આજે મતદાન સમયે સિનિયર સિટીઝનોમાં વધારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. સિનિયટર સિટીઝનોને પોલીંગ બુથ સુધી પહોંચતા તકલીફના ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક સ્થળે તો ખુદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને અને અશક્ત વૃદ્ધોને વ્હીલ ચેર પર પોલિંગ બુથની અંદર લઇ જવામાં આવ્યા હતા. શહેરના અજબડી મિલ વિસ્તારમાં આવેલી એમ ઈ એસ હાઇસ્કુલ તથા છત્રપતિ શિવાજી સ્કૂલના મતદાન મથકર પર પોલીસ દ્વારા સીનીયર સિટીઝનોને મતદાન મથકની અંદર જવા પોલીસે મદદ કરી હતી. જેમા શહેરના વિવિધ પોલીસ મથકના જેમા નવાપુરા, સયાજીગંજ, સમા, કારેલીબાગ,ગોત્રી સહિતના પોલીસ મથકના જવાનો દ્વારા સિનિયર સિટીઝનોને મતદાન કરવામાં મદદ કરી હતી. વધુમાં પોલીસ જવાનો દ્વારા ૪૦ ડિ.ગ્રીમા મતદારોને મદદ કરી હતી.

ભાજપાનું બુથ મેનેજમેન્ટ સફળ ઃ કોંગ્રેસ બુથ પરથી ગાયબ

વડોદરા લોકસભાની બેઠક પર નિરસ રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે અને બન્ને પક્ષના કાર્યકરો પણ નિરૂત્સાહ જાેવા મળ્યા બાદ આજે સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં શહેરના તમામ બુથ પર ભાજપાના કાર્યકરો અને અગ્રણીઓ જાેવા મળ્યા હતા. તો બીજી તરફ ગણ્યા ગાઠ્યા બુથ પર કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ જાેવા મળ્યા હતા.જેને પગલે કાળઝાળ ગરમીમાં પણ ઓછુ મતદાન થશે તેની રાજકીય પક્ષોને થતી ચીંતા વચ્ચે મોડી સાંજ સુધી મળેલી વિગતો મુજબ વડોદરા બેઠક પર ૬૦ ટકા થી વધુ મતદાન થયાનુ જાણવા મળ્યુ છે. ત્યારે ભાજપાનુ બુથ મેનેજમેન્ટ સફળ રહ્યુ હતુ.વડોદરા લોકસભાની બેઠક પર ચૂંટણી પ્રચાર તો નિરસ રહ્યો હતો. ત્યારે લોકોમાં દેખાતો નિરૂત્સાહ, તેમજ આકરી ગરમી અને વેકેશન સીઝનના કારણે મતદાનમાં ધટાડો થાય તેવી ચીંતા રાજકીય પક્ષોમાં દેખાતી હતી. જાેકે, ભાજપાએ મતદાનના પાંચ દિવસ પૂર્વે તમામ વોર્ડમાં ચૂંટણી ઓફીસ શરૂ કરીને બુથ લેવલ સુધીના કાર્યકરોને સક્રીય કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા બુથ તો દૂર પરંતુ કેટલાક વોર્ડને બાદ કરતા વોર્ડ લેવલે પણ મેનેજમેન્ટ કરી શક્યુ ન હતુ.

ત્યારે આજે યોજાયેલા મતદાનના સમય દરમિયાન પણ તમામ બુથ પર મતદાન મથકોની બહાર ભાજપાના કાર્યકરો, અગ્રણીઓ ટેબલ, ખુરશી સાથે જાેવા મળ્યા હતા. તો બીજી તરફ ગણતરીના બુથને બાદ કરતા કોંગ્રેના કાર્યકરો દેખાયાજ ન હતા. આમ મોડી સાંજે મતદાનના આવેલા આંકડા જાેતા ભાજપાનુ બુથ મેનેજમેન્ટ સફળ રહ્યુ હતુ.તો કોંગ્રેસ બુથ પરથી ગાયબ જાેવા મળી હતી.

નિમેટા મતદાન મથકે ૧૦૪ વર્ષના ઈચ્છાબેને મતદાન કર્યુ

વડોદરા લોકસભા સાથે વડોદરા બેઠકમાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વાઘોડિયાના નીમેટા ખાતેના મતદાન મથક પર ૧૦૪ વર્ષના મતદાર ઈચ્છાબેન સોમગીરે મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા ,અને અન્ય મતદારોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. મેરેજ થીમ આધારિત મોડેલ મતદાન મથક ખાતે પોતાનો મત આપીને ગર્વની લાગણી વ્યક્ત કરતા ઈચ્છાબેન સોમગીરે જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી તંત્રએ વયસ્ક મતદારો માટે સારી વ્યવસ્થા કરી છે. વૃદ્ધાવસ્થાને કારણે મને ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી. મેં અત્યાર સુઘીની તમામ ચૂંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરી છે.

મતદારો મતદાન ન કરી શકતા કલેક્ટરને રજૂઆત

શહેરમાં અનેક વિસ્તારોમાં મતદારોના નામ યાદીમાં ન હોવાના કારણે મતદાન કરી શક્ય ન હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. રજૂઆત બાબતે કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારના ચૂંટણી એજન્ટે જણાવ્યું હતું કે, શહેરના અનેક મતદાન મથકો પર આજે શહેરીજનો મતદાન ન શક્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં તપાસ કરતા મતદારો પાસે ચૂંટણી કાર્ડ હોવા છતાં તેમના નામ યાદીમાં ન હોવા, મતદાર જીવિત હોવા છતાં મૃત જાહેર કરી યાદીમાંથી નામ કાઢવા સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. જેથી જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં અનેક મતદારોના મતદાન મથક બદલાઈ જવાની ઘટના પણ બની છે. જે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.

હનુમાનજીની વેશભૂષા સાથે મતદારે મતદાન કર્યુ

શહેરના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે ૭ વાગે દિપક શાસ્ત્રી નામના મતદારે હનુમાનજીની વેશભૂષા સાથે મતદાન કરવા આવતા લોકોમાં આકર્ષણ સર્જાયુ હતુ.તેમણે મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરીને મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે મતદાન બાદ કહ્યુ હતુ કે, આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનુ મહાપર્વ પૂર્ણ થાય તે માટે ગઈકાલે યજ્ઞ પણ કરવામા આવ્યો હતો.

ઢોલ નગારા વગાડતા વોટિંગ કરવા નીકળ્યા

સુભાનપુરા વિસ્તારમાં શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનો ઢોલ નગારા વગાડતા વોટીંગ કરવા ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે અમે વૃદ્ધ લોકો ચાલતા વોટીંગ કરવા જઈ શકતા હોય તો પછી તમામે તેમાય ખાસ તો યુવાનોએ વોટિંગ માટે જાગૃતિ દર્શાવવી જાેઈએ . આ દેશનો જે વિકાસ કરે છે તેને વોટ આપીને સત્તા સ્થાને બેસાડવા જાેઈએ .ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે, ત્યારે દરેકે મતદાન અચૂક કરવું જાેઈએ .

એલઆઇસીના ૨૦૦થી વધારે કર્મચારીઓ મતદાન ન કરી શક્યા?

ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી દરમિયાન સરકારી કર્મચારીઓ, સ્કૂલના કર્મચારીઓ, બેન્કના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં એલઆઇસીના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જાેકે, એલઆઇસીના ૨૦૦થી વધુ જેટલા કર્મચારી એવા હતા, જેમની ચૂંટણી ફરજ સોંપવામાં આવી હતી. જેથી તેમનું મતદાન પોસ્ટલ બેલેટથી કરવા માટે નોંધણી થઇ હતી. પરંતુ ત્યારબાદ તેમના નામ ચૂંટણી ફરજ પરથી નીકળી હતા અથવા તેઓ ચૂંટણી ફરજ પર છે પરંતુ રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા. જેથી તેઓએ પોસ્ટલ બેલેટથી મતદાન ન કર્યું અને આજે મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ તેમને મતદાન કરવાની તક મળી ન હતી.

હીટવેવને લઈને વ્યવસ્થા કરવાના આદેશ છતાં અભાવ

રાજ્ય ચૂંટણીપંચના આદેશ બાદ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૧૮૦૩ મતદાન મથક ખાતે હીટવેવને લઈને ખાસ વવ્યસ્થા કરવા આદેશ અપાયો હતો. તેમ છતાં અનેક મતદાન મથક પર વ્યવસ્થાનો અભાવ જાેવા મળી રહ્યો હતો. પરંતુ પાણી માટે કોઈ વ્યવસ્થા દેખાતી ન હતી. જાેકે, મોટા ભાગના તમામ મતદાન મથકો શાળામાં હોવાથી શાળાના કુલર ખાતે જ પાણીની વવ્યસ્થા રખાઈ હતી. તે સિવાયની કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ ન હતી. બીજી તરફ પંડાલમાં ઉભા રહેતા મતદારો પણ ગરમીના કારણે પરસેવે રેબઝેબ થઇ રહ્યા હતા. જેનું કારણ ક્યાં પંખાની કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી.

યુવાન મતદાન કરવા પહોંચ્યો અને ખબર પડી કે બેલેટથી મતદાન થઈ ગયું?

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતો એક યુવાન સવારે ૭ કલાકે જ મતદાન કરવા મથક પર પહોંચ્યો હતો. જે સમયે તેનું મતદાન બેલેટ પેપરથી થઇ ગયું હોવાની માહિતી તેને મળી હતી. જાેકે, મતદાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી બેલેટ પેપરથી મતદાન કરી શકે તેમ ન હોવા છતાં તેનું મતદાન બેલેટ પેપરથી તથા તે ચોંકી ઉઠ્‌યો હતો. સમગ્ર ઘટના બાબતે તેને મથકના ઝોનલ અધિકારીને રજૂઆત કરી હતી. જેથી યુવાન ઘરે ગયો અને પોતાના માતા-પિતાને લઈને મતદાન કરવા આવ્યો હતો. તે સમયે પણ કોઈ નિકાલ આવ્યો ન હતો. જેથી યુવાન માતા-પિતાને ઘરે મૂકી પરત મતદાન મથક આવ્યો હતો. અનેક રજૂઆત છતાં બપોરે ૧૨ કલાક સુધી તેનું મતદાન કઈ રીતે કરાવવું તે પ્રશ્ન ઉભો થયો હતો. જાેકે, અંતે યુવાનને ઇવીએમથી મતદાન કરવાની તક આપવામ આવી હતી.

૧૨૭૮ મતદાન મથકનું વેબ કાસ્ટિંગ કરાયું

વડોદરા જિલ્લાના ૮૫૪ ક્રિટિકલ મતદાન મથકો સહિત કુલ ૧૨૭૮ મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ કરાયું હતું. જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે, વડોદરા લોકસભામાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મત વિસ્તારના સંવેદનશીલ સહિતના મતદાન મથકો પર સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેનો કંટ્રોલરૂમ વડોદરા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફ્રન્સ રૂમમાં બનાવવામાં આવ્યો છે. જિલ્લાના ૮૪૫ ક્રિટિકલ મથક સહિત કુલ ૧૨૭૮ મથક પર કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તુરંત જ પોલીસને જાણ કરવાની વ્યવસ્થા છે.

મંજુલાબહેન વોટ કરવા ગયા, પણ તેમનું વોટિંગ થઇ ગયું હતું

તુલસીવાડી વિસ્તારમાં રહેતા એક મહિલા વોટિંગ કરવા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનું તો મતદાન થઇ ગયું છે. આ ઘટના અંગે મતદાર મંજુલાબેન પરમારે જણાવ્યું હતું કે, હું ઘરકામ કરી હરણી રોડ પર નાગેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી શાળામાં મતદાન કરવા ગઈ હતી. જ્યાં પહોંચી ત્યારે મતદાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મેં અધિકારી સાથે વાત કરી તો તેમને મને ફોર્મ ભરી મતદાન કરવા જણાવ્યું હતું. પરંતુ તે માટે સાંજે ફરી આવવા માટે કહ્યું હતું. જેથી મને થયું કે હું મતદાન નહીં કરી શકું. અમારા ઘર નજીક રહેતો એક યુવાન પણ ત્યાં જ હતો જેથી તેની સાથે વાત કરી તો તેને આગળ અધિકારી સાથે વાત કરી હતી. જે બાદ પણ કોઈ વ્યવસ્થા ન હતા યુવાને કોઈ ઉપરી અધિકારી સાથે વાત કરી હતી. જે બાદ ફોર્મ ભરાવી મારો વોટ લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવા કિસ્સામાં મતદાન મથકના ઝોનલ અધિકારી ર્નિણય લઇ મતદારને ટેન્ડર વોટિગ કરાવી શકે છે. જેથી ઝોનલ અધિકારી દ્વારા ટેન્ડર વોટિંગ માટેનું ફોર્મ ભરાવી મંજુલાબહેન પરમારને બેલેટ પેપરથી વોટિંગ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, મંજુલાબહેન પરમાર દ્વારા એક જ વખત વોટિંગ કરવામાં આવ્યું છે તો તેમના નામે પહેલા વોટિંગ કોણ કરી ગયું અને તે સમયે ઝોનલ અધિકારી કે બુથ પરના અધિકારીઓએ શું ધ્યાન આપ્યું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution