વડોદરા-
ભાજપ કોગ્રેસની રાજકિય રમત આજે વડોદરા શહેરના કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં જોવા મળી હતી જ્યા કોગ્રેસ પ્રદેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે શહેરની ભાજપ પાલિકા પર તીખા આક્ષેપો કર્યા હતા.
હાર્દિક પટેલ જ્યારે સંગ્રર ગુજરાતમાં ફરીને લોકોની સમસ્યા જાણી રહ્યા છે ત્યારે તે આજે વડોદરા શહેરની મુલાકાતે હતા જ્યા સૌ પ્રથમ તેમણે રાજમહેલ રોડ પર આવેલા પૌરાણીક કાશીવિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા અને પછી મિડિયા દ્વારા શહેર ભાજપ પાલિકા પર સંજય નગરને લઇને તીખા આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યુ હતું કે 6 વર્ષ પહેલા સંજય નગરને તોડવામાં આવ્યુ હતું જ્યા ગરીબ પ્રજા રહેતી હતી, આજની તારીખમાં પણ સરકારે તેમના રહેવાની કંઇ વ્યવસ્થા નહી કરી અને તેમને રસ્તે રઝળતા મુકી દીધા છે. શહેર કોગ્રેસ આ આંદોલનમાં સંજય નગર વાસીના પડખે ઉભી છે.
તો બીજી તરફ ભાજપએ હાર્દિકની આ મુલાકાતનો વિરોધ કર્યો હતો. એક સામાજીક કાર્યકરએ મંદિરની બહાર હાર્દિક પટેલની મુલાકાતને એ કહીને વખોળી હતી કે આ મુલાકાત શહેરમાં લાગેલી ધારા 144નો ભંગ છે.તે યુવક તથા કોગ્રેસ કાર્યકરો વચ્ચે સામાન્ય મારામારી થઇ હતી.જોકે પોલીસ ત્યા પહોચી જતા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો.