લોકસત્તા ડેસ્ક
દુનિયાભર માટે કોરોનાવાયરસ અત્યંત ઘાતક પુરવાર થઇ રહ્યો છે અને રોજ હજારો અને લાખો નવા કેસ દુનિયામાં બહાર આવી રહ્યા છે પરંતુ વાયરસ ની અસર કોને સૌથી વધુ અને કોને સૌથી ઓછી રહે છે અને તેમની સંવેદનશીલતા કેટલી છે તે અંગે વૈજ્ઞાનિકો દ્વારા સતત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આવા જ અભ્યાસનું એવું તારણ નીકળ્યું છે કે અસ્થમાના દર્દીઓને વાયરસ લાગુ પડવાનું જોખમ અન્ય લોકો કરતાં ઓછું હોય છે. વૈજ્ઞાનિકોના આ રિસર્ચ નો અહેવાલ વિદેશના મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. આમ ભારત સહિત દુનિયાભરમાં લાખો ને કરોડો અસ્થમાના દર્દીઓ માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે.
સત્તાવાર સમાચાર સંસ્થાઓના જણાવ્યા મુજબ ગત 24મી નવેમ્બર ના રોજ વૈજ્ઞાનિકો ના નવા અભ્યાસનું તારણ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું અને આ હકીકતો નો પ્રચાર પણ કરવામાં આવ્યો છે જેથી કરોડો દર્દીઓને રાહત અનુભવી શકે. અસ્થમાના દર્દીઓ પર માનસિક ટેન્શન સૌથી વધુ રહ્યું છે કારણ કે તેમને સતત તેવો ભય રહે છે કે અમને વાયરસ જલ્દીથી લાગુ પડી શકે છે.
વૈજ્ઞાનિકોએ દાવો પણ કર્યો છે કે અસ્થમાના દર્દીઓ સાથે અમે અભ્યાસ કર્યો છે અને અસ્થમાના દર્દીઓને ચેક કરીને એમના ટેસ્ટ કરાવીને રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકોને એવું પરિણામ મળ્યું છે કે અસ્થમાના દર્દીઓને વાયરસ લાગુ પડવાનું જોખમ સૌથી ઓછું રહે છે.