ફુગાવાના લક્ષ્યમાંથી ખાદ્ય ફુગાવાને દૂર કરવાથી લોકોની rbiની ક્ષમતા પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે


ખેડૂતથી તમારા સુધી પહોંચતા-પહોંચતાં ટામેટા, બટાકા અને ડુંગળી જેવી શાકભાજીના ભાવ લગભગ ત્રણ ગણા થઈ જાય છે. ગ્રાહક જે ભાવે શાકભાજી ખરીદે છે, તેનો માત્ર એક તૃતિયાંશ હિસ્સો જ ખેડૂતોને મળે છે. બાકીની ૬૬% રકમ ટ્રેડર, જથ્થાબંધ વેપાર અને છૂટક વિક્રેતાના ખિસ્સામાં જઈ રહ્યો છે. આ વાત બીજા કોઈએ નહીં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કહી છે. કેન્દ્રીય બેંકનું માનવું છે કે દર વર્ષે કન્ઝ્‌યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત છૂટક મોંઘવારીનું સમગ્ર ગણિત ટામેટો, ઓનિયન અને પોટેટો એટલે કે ્‌ર્ંઁ બગાડે છે. સૂચકાંકમાં તેનું વેઇટેજ ભલે ખૂબ જ સીમિત હોય, પરંતુ તે સીપીઆઇમાં ૪૩%નું વેઇટેજ રાખનારા ફૂડ સેગમેન્ટનું સમગ્ર ગણિત બગાડી દે છે. આરબીઆઇએ ટૉપ પર જાહેર કરેલા એક રિપોર્ટમાં તેની કિંમતોને કાબૂમાં રાખવાના ઉપાય પણ જણાવ્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યું- આ પાક ઝડપથી ખરાબ થઈ જાય છે. તેથી તેને લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતા. માર્કેટોમાં ભાવ નક્કી કરવાની પદ્ધતિને વધુ પારદર્શી બનાવવાની જરૂર છે. ૨૦૨૩માં ગ્રાહકોને ટામેટા રૂ. ૩૬.૭૧ પ્રતિ કિલો પડ્યા. તેમાં ખેડૂતોને માત્ર રૂ.૧૨.૨૯ મળ્યા. બાકીના રૂ.૨૪.૪૨ વચેટિયાઓના ખિસ્સામાં ગયા.

આરબીઆઈ તરફથી જાહેર એક અન્ય પેપરમાં કહેવામાં આવ્યું છે કે ટૉપની તુલનામાં દાળોમાં સ્થિતિ ઘણી સારી છે. અહીં ખેડૂતોને મૂલ્યની ૭૦% સુધી રકમ મળી રહી છે. માર્કેટ ચાર્જ, ટ્રાન્સપોર્ટેશન અને જથ્થાબંધ-છૂટક વેપારીઓના ખિસ્સામાં ગ્રાહકોથી વસૂલાયેલી કિંમતના ૩૦% જ જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર ચણાના ભાવ ૨૦૨૩માં ૭૧ રૂપિયે કિલો હતા. તેમાં ૫૩ રૂપિયા ખેડૂતોને મળ્યા. તુવેર રૂ.૧૧૧ પ્રતિ કિલો વેચાઈ. તેના ૬૫ રૂપિયા ખેડૂતોના ખિસ્સામાં ગયા. મગની દાળ પણ ગ્રાહકોને ૧૧૦ રૂપિયામાં મળી રહી હતી. રિપોર્ટ મુજબ માર્કેટ ચાર્જ અને હમાલીના હિસ્સામાં તમામ દાળોની કિંમતના ૬ રૂપિયા સુધી ગયા.

સતત વધી રહેલા ખાદ્ય ફુગાવા વચ્ચે ઇમ્ૈંના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફુગાવાની ગણતરીમાંથી ખાદ્યપદાર્થોની કિંમતને બાકાત કરવા અંગે ચેતવણી આપી હતી. ફુગાવો ઇમ્ૈં માટે ચિંતાનો વિષય છે ત્યારે રાજને જણાવ્યું હતું કે ફુગાવાના લક્ષ્યમાંથી ખાદ્ય ફુગાવાને દૂર કરવાથી લોકોની ઇમ્ૈંની ક્ષમતા પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે. એટલે જાે તમે ફુગાવાને કેટલાક ભાગને છોડી દો અને તેઓને કહો કે ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવ વધુ છે પરંતુ ફુગાવો નિયંત્રણ હેઠળ છે, તો તેઓની રિઝર્વ બેન્કમાં રહેલી શ્રદ્ધા ડગમગી જશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution