સ્વસ્થ થયા બાદ રેમો ડિસૂઝાએ કર્યું વર્કઆઉટ, જિમમાંથી શેર કર્યો વીડિયો

મુંબઇ 

રેમો ડિસૂઝા ફિટનેક ફ્રિક છે. તે નિયમિત વર્કઆઉટ કરે છે. હાર્ટ એટેકમાંથી ઉગર્યા બાદ થોડા દિવસ સુધી તે આરામ પર હતો. જો કે, હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને નવા ડાયટ સાથે જિમમાં પાછો ફર્યો છે. પોપ્યુલર કોરિયોગ્રાફર અને ફિલ્મમેકરને ડિસેમ્બર 2020માં હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. ફિટનેસ તરફ બેબી સ્ટેપ ભરતાં તેણે લિફ્ટિંગનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, 'વાપસી હંમેશા પીછેહઠ કરતાં મજબૂત હોય છે. આજથી જ શરુઆત કરી. ધીમે-ધીમે પરંતુ ચોક્કસથી'. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેરીને રાખ્યું છે. 


રેમો ડિસૂઝાને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. જ્યારે તે હોસ્પિટલમાં હતો ત્યારે ધર્મેશ યેલાંડે, સલમાન યુસુફ, પુનિત પાઠક, નિધિ મૂની સિંહ સહિતના કેટલાક સેલેબ્સ તેને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રેમોની પત્ની લિઝેલ સતત તેના પડખે રહી હતી. તો સલમાને પણ રેમોની ખૂબ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેમો 'રેસ'ની ત્રીજી ફ્રેન્ચાઈઝ 'રેસ 3' પ્રોડ્યૂસ કરી હતી. જેમાં સલમાન લીડ રોલમાં હતો. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution