ગુજરાત-
અમેરિકાના મિયામીમાં બુધવારે ચેમ્પ્લેન ટાવર્સ નામની 12 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ગુમ થયેલા લોકોમાં ગુજરાતનો એક પરિવાર પણ શામેલ છે. રાહત બચાવ ટીમો લોકોને શોધી કાઢવામાં રોકાયેલા છે.
આ ઘટનામાં ગુમ થયેલ ગુજરાતના પરિવારમાં વિશાલ તેની પત્ની ભાવના પટેલ અને તેમની એક પુત્રી ઇશા શામેલ છે. ભાવનાના એક પારિવારિક મિત્રના જણાવ્યા મુજબ, ભાવના આ સમયે ગર્ભવતી છે. બચાવ ટીમ હાલમાં રાહત કાર્યમાં સંપૂર્ણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં ટીમ બચાવ અને શોધખોડ પર કામ કરી રહી છે. ભારતીય પરિવાર વિશે હજી સુધી કંઇ જાણી શકાયું નથી.
ચાર દિવસ બાદ પણ ચાલુ બચાવ કાર્ય
આ ઘટનાના ચાર દિવસ બાદ પણ બચાવ કાર્યકરો કાટમાળ સાફ કરવા સતત કામ કરી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે પૂલ ડેક (પૂલ ફ્લોર) વોટરપ્રૂફ નહોતો અને ઢળાવદાર હોવાને બદલે સપાટ હતો, જેના કારણે પાણીને વહેવા માટે જગ્યા નહોતી મળી, જેના કારણે બિલ્ડિંગમાં એક જગ્યાએ પાણી સ્થિર થઈ ગયું હતું અને પાયો નબળો પડી ગયો છે. આને મકાન ધરાશાયી થવાનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે.