દિલ્હી-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓનલાઈન ફાર્મસી નેટમેડ્સમાં 620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સે વિટાલિક હેલ્થ અને તેની સબસિડિયરી કંપનીઓમાં લગભઘ 60 ટકા હિસ્સેદારી ખરીદી છે જેના ગ્રુપને નેટમેડ્સના રૂપમાં ઓળખવામાં આવે છે. આનાથી દેશના ઓનલાઈન ફાર્મસી કારોબારમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધા શરૂ થશે. જ્યારે એમેઝોન પ્રવેશ કરી ચૂકી છે અને ફ્લિપકાર્ટ પણ આમાં ઉતરવા જઈ રહી છે.
કરાર અનુસાર, રિલાયન્સે વિટાલિકમાં 60 ઈક્વિટી હોલ્ડીંગ ખરીદ્યા છે, જેની આ સબસિડીયરી ટ્રેસરા હેલ્થ, નેટમેડ્સ માર્કેટ પ્લેસ અને ડાભા ફાર્મા ડિસ્ટ્રીબ્યુશનમાં તેની 100 ટકા હિસ્સેદારી મળશે.
વિટાલિકની સ્થાપના 2015માં થઈ હત અને તેની સહાયક કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન, વેચાણ અને બિઝનેસ સપોર્ટ સર્વિસમાં છે. આની સબસિડીયરી દ્વારા ઓનલાઈન ફાર્મસી કારોબાર નેટમેડ્સના નામથી સંચાલિત કરવામાં આવે છે. જે ગ્રાહકોને ફાર્માસિસ્ટ સાથે જોડે છે અને સીધા તેમના ઘર સુધી દવાઓ, ન્યુટ્રીશનલ અને વેલનેસ ઉત્પાદન પહોંચાડે છે.
નેટમેડ્સ એક ઈ-ફાર્મા પોર્ટલ છે જેના દ્વારા પ્રિસ્ક્રીપ્શન આધારિત અને ઓવર ધ કાઉન્ટર દવાઓ અને અન્ય હેલ્થ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. આન સેવાઓ લગભગ 20,000 સ્થળોએ ઉપલબ્ધ છે. આની પ્રમોટર ચેન્નાઈ આધારિત કંપની ડાભા ફાર્મા છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે જ દિગ્ગજ મલ્ટીનેશનલ ઈ કોમર્સ કંપની એમેઝોને પણ ઓનલાઈન ફાર્મસી કારોબારમાં કદમ રાખ્યું છે. કંપનીએ બેંગાલુરૂથી ઈ ફાર્મસી સેવા શરૂ કરી છે.