જીનેવા-
ભારત પર પડેલી કોરોનાની માર હવે દુનિયાભરના દેશો માટે પડકાર બની છે. વિશ્વ સ્વાસથ્ય સંસ્થાએ ભારતનું ઉદાહરણ આપી અને દુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, જાે કોઈપણ પ્રકારની બેદરકારી થઈ તો ભારત જેવી સ્થિતિ કોઈપણ દેશમાં સર્જાઈ શકે છે. ડો હાંસ ક્લૂગેએ કહ્યાનુસાર ડબલ્યૂએચઓએ ભારતમાં મળેલા મ્-૧૬૧૭ વેરિયંટનો સમાવેશ વેરિયંટ ઓફ ઈંટ્રેસ્ટમાં કર્યો છે. કારણ કે યૂરોપમાં કેટલાક દેશોમાં આ વેરિયંટ મળી આવ્યો છે. તેથી આ વાત સમજવી જરૂરી છે કે બેદરકારી રાખવાથી ભારત જેવી સ્થિતિ દુનિયામાં ક્યાંય પણ સર્જાઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનાનો આ ભારતીય વેરિયંટ યૂરોપના ૧૭ દેશોમાં મળી આવ્યો છે. જાે કે હજુ એ વાત સ્પષ્ટ નથી કે ભારતમાં ઝડપથી વધતાં કોરોના સંક્રમણ માટે આ વેરિયંટ જવાબદાર છે કે કેમ.