સ્ટાર અને ડિઝની એક થયા પછી હવે સ્ટાર ભારત પર તમામ નવા શો કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે એવા સમયે બહાર આવ્યું છે કે ચેનલના એક રિયલિટી શોમાં સંજય દત અને રેખા પણ જોડાઇ રહયા છે. આ બંને એકટર જજ બનશે. આ અગાઉ રેખાએ કયારેય ટીવી પર કામ કર્યુ નથી. જયારે સંજય દતે બિગ બોસની એક સીઝન હોસ્ટ કરી હતી પણ એ પછી તેણે કોઇ શો હોસ્ટ કર્યો નહોતો.
રેખાએ ટીવી પર આવવાનં કયારેય વિચાર્યુ નહોતુ. પણ સ્ટાર ભારતે જયારે ઓફર મુકી ત્યારે શોનું ફોર્મેટ જોઇને તેણે નકકી કર્યુ કે તે આ શો સાથે જોડાશે. રેખા અને સંજય દતે અગાઉ સાથે કામ પણ નથી કર્યુ. સંજય દત પાસે અત્યારે ફિલ્મો ઓછી છે અને જે ફિલ્મો છે એનું શુટ હમણાં શરૂ થવાનું નથી એટલે તેણે આ ટાઇમનો સદુપયોગ કરવાના હેતુથી શો કરવાની હા પાડી છે.