આવકવેરા રિટર્ન દાખલ કર્યાના ૩૦ દિવસ પછી પણ જાે તમને રિફંડ નથી મળ્યું તો અમે તમને જણાવી દઈએ છીએ કે મહત્તમ કેટલા દિવસમાં રિફંડ મળી શકે છે.આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી કેટલા સમયમાં મળશે રિફંડ, જાણો અહીં. દંડ વગર નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૪ ૨૫ માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ પૂરી થઈ ગઈ છે. મોટાભાગના લોકોએ તેમનું રિટર્ન ફાઈલ કરી દીધું છે, પરંતુ, રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ તેમને રિફંડ મળ્યું નથી.જાે તમારી સાથે પણ આવું થયું છે અને તમે રિફંડની રાહ જાેઈ રહ્યા છો તો અમે તમને જણાવીએ છીએ કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગી શકે છે.આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી સૌ પ્રથમ આવકવેરા વિભાગ તેના પર તેની મંજૂરી આપે છે. મંજૂરી વગર રિફંડ મળતું નથી. આ મંજૂરી દ્વારા જ ખબર પડે છે કે કેટલું રિફંડ મળશે.નિષ્ણાતો અનુસાર, આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી ઓછામાં ઓછો ૨૦ દિવસનો સમય લાગે છે. જ્યારે, એક એસેસમેન્ટ વર્ષનું રિફંડ આપવામાં વિભાગ મહત્તમ ૯ મહિનાનો સમય લઈ શકે છે.આવા કિસ્સામાં જુલાઈમાં ભરેલા રિટર્નનું રિફંડ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં મળી શકે છે.જાે તમે હજુ સુધી તમારું રિટર્ન દાખલ કર્યું નથી તો આ કામ હવે કરી શકો છો. ૩૧ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે આ નાણાકીય વર્ષ માટે રિટર્ન દાખલ કરી શકાય છે.