બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વીડનમાં નવા ખુલેલા રીસાયકલીંગ મોલની માહિતી આપી છે અને આ મોલ વિશ્વનો પ્રથમ રીસાયકલીંગ મોલ તરીકે જાહેર થયો છે.
અનુષ્કાએ તેની તસ્વીરો શેર કરી છે અને જણાવ્યું છે કે, બે માળના આ મોલમાં તમને એવી અનેક ચીજો જોવા મળશે કે જે તમને જુની છે અથવા તો રીસાયકલ કરેલી છે તે ખ્યાલ પણ નહી આવે. અહી કપડાથી લઈને ટુલ્સ તમામ વસ્તુ રીસાયકલ કરેલી તૈયાર કરાઈ છે અને તેને ગ્રીન રોલ મોડેલ તરીકે નામ અપાયું છે.