મુંબઇ
થોડા દિવસો પહેલા એવું જાણવા મળ્યું હતું કે ગૌહર ખાન આ વર્ષે નવેમ્બરમાં ઈસ્માઈલ દરબારના દીકરા ઝૈદ દરબારની સાથે લગ્ન કરવાની છે. પણ, જ્યારે આ વિશે ગૌહર ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટરીતે ના પાડી હતી. પણ, હવે એવા સમાચાર જાણવા મળી રહ્યા છે કે ગૌહર ખાન અને ઝૈદ દરબાર તારીખ 24 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ ગૌહર ખાનના તારીખ 24 ડિસેમ્બરે લગ્ન છે અને તમામ ફંક્શન્સ મુંબઈની એક હોટેલમાં આયોજિત કરવામાં આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ લગ્નની રસમ 2 દિવસ સુધી ચાલશે. 'બિગ બોસ 14'માંથી ઘરે પરત આવ્યા પછી ગૌહર ખાન અને ઝૈદ દરબાર સાથે ગોવામાં રજા માણવા ગયા હતા. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેઓ બંને પ્રી-વેડિંગ શૂટ માટે ગોવા ગયા હતા.