આર.બી.આઈ વર્ષના બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ સોનું ખરીદવાના સંદર્ભમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે


વિશ્વભરના દેશોની સેન્ટ્રલ બેંકો તેમની તિજાેરીઓમાં સોનાની માત્રામાં વધારો કરી રહી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ બેંકોએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪૮૩ ટન સોનું ખરીદ્યું છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. જે ગતવર્ષ કરતાં ૫% વધુ છે. ગતવર્ષે આ બેંકોએ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪૬૦ ટન સોનાની ખરીદી કરી હતી. ૨૦૨૪ ના બીજા ક્વાર્ટરમાં આ બેંકોએ ૧૮૩ ટન સોનું ખરીદ્યું હતું જે ગતવર્ષ કરતાં છ ટકા વધુ છે. જાેકે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ આ ૩૯% ઓછું છે. સેન્ટ્રલ બેંકોએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ૩૦૦ ટન સોનું ખરીદ્યું હતું. નેશનલ બેન્ક ઓફ પોલેન્ડ અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વર્ષના બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ સોનું ખરીદવાના સંદર્ભમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. આ બંને બેંકોએ ૧૯-૧૯ ટન સોનું ખરીદ્યું હતું. તુર્કીએ ૧૫ ટન સોનું ખરીદીને ત્રીજા સ્થાને રહી. તુર્કીની સેન્ટ્રલ બેંકે વર્ષના પ્રથમ છ મહિનામાં ૪૫ ટન સોનું ખરીદ્યું છે. જાેર્ડન, કતાર, રશિયા, કિર્ગિસ્તાન, ઇરાકની સેન્ટ્રલ બેંકોએ પણ બીજા ક્વાર્ટરમાં નોંધપાત્ર સોનાની ખરીદી કરી હતી. બીજી તરફ ચીનની સેન્ટ્રલ બેંકે ખરીદીમાં ઘટાડો કર્યો છે. સોનાની કિંમતોને અનેક કારણોસર અસર થઈ રહી છે. તેમાં યુએસ ડૉલરની મૂવમેન્ટ, ફુગાવો, સોનાના દાગીનાની માંગનો સમાવેશ થાય છે.સેન્ટ્રલ બેન્કોની ખરીદીના સથવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં ભાવ સપાટી મજબૂત રહી છે. જાેકે, ફેડરલ રિઝર્વ વ્યાજદર મુદ્દે કેવો ર્નિણય આપે છે તેના પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. વૈશ્વિક સોનું ૨૫૩૫ ડોલર અને ચાંદી ૨૯ ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે જ્યારે અમદાવાદ ખાતે સોનું રૂ.૭૪૦૦૦ અને ચાંદી રૂ.૮૩૫૦૦ બોલાતી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution