લોકસત્તા ડેસ્ક
સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંબળા પૌષ્ટિક હોય છે. તેના એન્ટિઓક્સિડન્ટ્સના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આંબળા આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે.
પાચનક્રિયામાં ફાયદો
ઘણા ફળોની જેમ આંબળામાં પણ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેથી આંમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે.
ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે
આંબળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
વજન ઓછું કરવા માટે કાચા આંબળા ખાઓ. તે ઉપરાંત આંબળાના પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીઓ. થોડા દિવસમાં ફરક જોવા મળશે.
માસિક સ્રાવ નિયમિત રાખે છે
માનવામાં આવે છે કે, આંબળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન પિરિઅડમાં પેડના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે અને માસિક સ્રાવને નિયમિત કરવામાં મદદ કરે છે.
ઈમ્યુનિટી વધારે છે
આંબળામાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.
હૃદય સંબંધી સમસ્યાઓમાંથી રાહત
આંબળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે
આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઈન્ફેક્શનથી રાહત આપે છે.
ભૂખ વધારે છે
ભોજન પહેલાં માખણ, મધની સાથે આંબળાના પાવડરનું સેવન કરવાથી ભૂખ વધે છે. આંબળા તાવ, અપચાની સમસ્યા, એનિમિયામાં પણ ફાયદાકારક છે.
લોહીને સાફ રાખે છે
આંબળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે. જો તમને ખીલ થતાં હોય તો આંબળાનો ફેસ પેક લગાવવો. આંબળા કોલેજન વધારવામાં પણ મદદ કરે છે, જે ત્વચાની ચમક વધારે છે.