રૌનક દહિયા અને સાઈનાથ પારધીએ બ્રોન્ઝ મેડલ જીત્યા ઃ ૪ દીકરી ફાઇનલમાં


મુંબઇ:ભારતે ઓલિમ્પિકની જેમ અંડર-૧૭ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આ વખતે અમન સેહરાવતે આ મેડલ જીત્યો છે. અંડર-૧૭ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં ભારતીય કુસ્તીબાજાે શાનદાર પ્રદર્શન કરતા જાેવા મળી રહ્યા છે. જેમાં ભારતની ૪ દીકરીઓએ ફાઇનલમાં પ્રવેશ કરતા ૪ મેડલ ભારત માટે નિશ્ચિત થઈ ગયા છે. જાેર્ડનના અમ્માનમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં ૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ મેડલ રૌનક દહિયાએ ૧૧૦ કિગ્રા વજન વર્ગમાં અને સાઈનાથ પારધીએ ૫૧ કિગ્રા વજન વર્ગમાં જીત્યા છે. રૌનક દહિયાએ અંડર-૧૭ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં તુર્કીના ઇમરુલ્લા કેપકાનને ૬-૧થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાઈનાથ પારધીએ કઝાકિસ્તાનના મુસાન યેરાસિલને ૩-૧થી હરાવીને મેડલ પોતાના નામે કરી દીધા છે.મહિલા કુસ્તીબાજાેએ ચાર પદક ભારત માટે નિશ્ચિત કરી દીધા છે. આ પદક અદિતિ કુમારી, નેહા, પુલકિત અને માનસી લાથેર પોતાના નામે કરશે. અદિતિએ ૪૩ કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ મેચમાં એલેક્ઝાન્ડ્રા બેરેઝોવસ્કાયાને ૮-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નેહાએ ૫૭ કિગ્રા વજન વર્ગમાં કઝાકિસ્તાનની અન્ના સ્ટ્રેટેનને હરાવીને ફાઈનલની ટિકિટ જીતી લીધી છે. પુલકિતે ૬૫ કિગ્રા વજન વર્ગમાં ઇજિપ્તની મારમઅલીને ૩-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૭૩ કિગ્રા વજન વર્ગમાં માનસી લાથેરે ક્રિસ્ટીનાને ૧૨-૨ના માર્જિનથી હરાવીને ફાઇનલ મેચમાં ગ્રીસનો સામનો કરવો પડશે મારિયા લુઈસા ગિન્કા સાથે હશે. નેહા જાપાનની સો સુત્સુઈ સાથે ટક્કર કરતી જાેવા મળશે. જ્યારે પુલકિત ડારિયા ફ્રોલોવા સાથે સ્પર્ધામાં જાેવા મળશે અને માનસી લાથેર હેન્ના પીરસ્કાયા સાથે સ્પર્ધા કરતી જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution