નડિયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું

નડિયાદ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર નડિયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ખેડા જિલ્લા ખાતે કાર્યરત અને રાષ્ટ્રીય એઇડ્‌સ નિયંત્રણ સંસ્થા ખાતે નોંધાયેલ હોય તેવા સેક્સ વર્કરો કે જેઓ હાલના કોરોના મહામારીના વિકટ સંજાેગો અને પરિસ્થિતિમાં ખુબ જ કપરી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે તેઓને સહાયરૂપ થવાના હેતુસર રોટરી ક્લબ નડિયાદનાં અન્નપૂર્ણા પ્રોજેક્ટ અંતર્ગત ય્છઁ સંસ્થાના સહકારથી રાશન કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૧૧૭ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં “રાશન કીટ”નું વિતરણ કરતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એલ.એસ. પીરઝાદાએ સેક્સ વર્કરોને આશ્વાસન વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આ રાશન કિટ તેઓને અને તેઓના પરિવારજનોને ઉપયોગી થશે. વધુમાં તેઓએ સક્ષમ કાનૂની સલાહ-સહાય વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાન્યવર્ગની રૂપિયા એક લાખથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ, બાળકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના લોકો, સિનીયર સિટીઝન, ભૂકંપ, રેલ કે દુકાળ-અતિ વૃષ્ટિ જેવી કુદરતી આપત્તિનો ભોગ બનેલાં લોકો અને જેલમાં રહેલાં કેદીઓ તથા વિશેષ દિવ્યાંગ બાળકો-વ્યક્તિઓને તથા આજના સંદર્ભમાં સેક્સ વર્કરોને આ સુવિધા હેઠળ ફ્રી અને સક્ષમ કાનૂની સલાહ-સહાય આપવામાં આવે છે. જરૂરી કિસ્સામાં નિઃશુલ્ક ધોરણે વકીલ પણ ફાળવી આપવામાં આવે છે, જે અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સેક્સ વર્કરોને સહાયરૂપ થવા હરહંમેશ કટીબદ્ધ છે. આ કાર્યક્રમમાં અધિક જિલ્લા ન્યાયાધીશ એસ.ડી. સુથારે સેક્સ વર્કરોને રાશન કિટ વિતરણ કરતાં જણાવ્યું હતું કે, સેક્સ વર્કરો પણ આપના સમાજનો જ એક હિસ્સો છે, તેથી જ તેઓને આરોગ્ય, શિક્ષણ, રહેણી-કરણી અને જીવનનિર્વાહ વગેરે માટેની જવાબદારી જે રીતે સરકારની છે તે જ રીતે આપણાં સમાજની પણ છે.

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંચાલન-વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઇમ સેક્રેટરી આર.એલ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ નડિયાદના પ્રમુખ મનોજ દેસાઈ, અન્નપૂર્ણા પ્રોજેક્ટનાં ચેરમેન પરેશ રાવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના કર્મચારીગણ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution