રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ

 નાગપુર-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગઠને આ માહિતી આપી હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગવતને હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારેે તેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સંઘના એક અધિકારીએ પુષ્ટિ આપી કે, મોહન ભાગવતને કોવિડ-19 ચેપ લાગ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી સંગઠન દ્વારા આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution