ઇસ્લામાબાદ-
પાકિસ્તાનમાં એક મહિલા સાથે બાળકો સામે સામુહિક બળાત્કારની ઘટના બાદ લોકોમાં રોષ ઉભો થયો છે. કેસની તપાસ કરી રહેલા અધિકારીએ આ ઘટના માટે મહિલાને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. પીડિતા ફ્રાન્સની રહેવાસી છે. તે જ સમયે, થોડા વર્ષો પહેલા કરાચીમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
બળાત્કારની નવી ઘટના લાહોર નજીકની છે. ફ્રાન્સની મહિલા જાતે કાર ચલાવતી હતી. હાઇવે પરથી પસાર થતી વખતે ગાડી બંધ થઇ ગઇ . રાતના 1.30 વાગ્યે ઓછામાં ઓછા 2 લોકો ત્યાં પહોંચ્યા હતા અને કારની બારી તોડી નાખી હતી અને મહિલા અને તેના બે બાળકોને ઉપાડીને લઇ ગયા હતા. બાળકોની સામે અનેક વખત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ગુનેગારોએ મહિલાના ઘરેણાં, રોકડ અને બેંકકાર્ડ પણ લૂંટી લીધા હતા.
એવું કહેવામાં આવે છે કે કારમાં પેટ્રોલ પુરુ થઇ જતા મહિલાએ પોલીસને ફોન કર્યો અને મદદની રાહ જોતી હતી. આ સાથે જ આ કેસમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને લોકો પાકિસ્તાનમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વહીવટીતંત્ર વિરુધ્ધ અનેક વધુ દેખાવો યોજવામાં આવી રહ્યા છે.
કેસના મુખ્ય તપાસનીશ અને પોલીસ અધિકારી ઓમર શેખે એમ કહીને લોકોનો રોષ વધાર્યો હતો કે મહિલાએ રાત્રે એકલા મુસાફરી કરવાને બદલે સંપૂર્ણ માહિતી રાખી હોવી જોઈએ. શેખે કહ્યું કે, પાકિસ્તાની સમાજમાં કોઈ પણ તેની બહેન અને પુત્રીને રાતે એકલા મુસાફરી કરવા દેશે નહીં. શેખે એમ પણ કહ્યું હતું કે તેમણે સલામત હાઇવેનો ઉપયોગ કરવો જોઇએ અને પ્રવાસ દરમિયાન કારમાં પૂરતું બળતણ રાખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે મહિલા પાકિસ્તાની સમાજને સલામત માની લીધુ હતુ.
લોકોએ અધિકારીના નિવેદન પર ગુસ્સે ભરાયા અને કહ્યું કે પીડિતાને દોષિત ઠેરવવાનું આ બીજું એક ઉદાહરણ છે. પાકિસ્તાનમાં ઘણી વખત એવું આવે છે જ્યારે ફરિયાદ કરનારી મહિલાને જ ગુનેગાર હોવાનું કહેવામાં આવે છે. તે જ સમયે, માનવાધિકાર પ્રધાન શીરીન મઝારીએ કહ્યું છે કે પોલીસ અધિકારીની ટિપ્પણી અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે બળાત્કારની ઘટનાને ક્યારેય ઉચિત ઠેરવી શકાય નહીં. મહિલા અધિકાર માટે કામ કરતા કાર્યકરોએ પોલીસ અધિકારી ઓમર શેખના રાજીનામાની માંગ કરી છે.