ગાંધીનગર-
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના એક ગામમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગાંધીનગર પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના એક ગામે ખેતરના માલિક હિરેન પટેલ ખેતરમાં મજૂરી કામે આવતી 15 વર્ષની સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યા હોવાની વિગતો સામે આવી રહી છે, પરંતુ જ્યારે સગીરાને છ મહિનાનો ગર્ભ રહી ગયો ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી છે. જો કે પોલીસે ખેતર માલિક હિરેન પટેલની અટકાયત કરી છે. માહિતી પ્રમાણે 15 વર્ષીય યુવતી આર્થિક રીતે પોતાના પરિવારને મદદ કરવા માટે ખેતરમાં ખેત મજૂરી કરવા જતી હતી, જેમાં ખેતરના માલિક હિરેન પટેલની દાનત ખરાબ થતા તેને યુવતીને પોતાની વાતમાં અને લાલચમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ યુવતીને છ મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં યુવતીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.