ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ડિરેકટર તરીકે નિમણૂક પામતા રમેશ ટીલાળા

રાજકોટ-

સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના મોભી રમેશભાઇ ટીલાળાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં ડિરેકટર પદે નિમણૂક થઇ છે. સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગોને નવી ઉચાઇ પર લાવવા અથાગ પ્રયાસો બદલ રમેશ ટીાલળાની ગુજરાત ચેમ્બરમાં ડિરેકટર પદે વરણી થવા પામી છે. ગુજરાત ચેમ્બરમાં ડિરેકટર પદે નિમણૂક પામ્યા બાદ તેઓ રાજયના તમામ ઉદ્યોગકારોના પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવવા પુરતા પ્રયાસો કરશે. તેમજ ઔદ્યોગિક એકમોના પ્રશ્ર્નોની ગુજરાત ચેમ્બર થકી સરકારમાં સફળ રજૂઆત કરી ઉદ્યોગકારીને મદદરૂપ બનશે. 

આ નિમણૂક બદલ રમેશ ટીલાળા પર સૌરાષ્ટ્ર સહિત રાજયભરના ઉદ્યોગકારી, મહાનુભાવો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે. આ ઉ૫રાંત નિમણૂકને આવકારવા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદેદારો, કારોબારી સભ્યો અને જય સરદાર ગ્રુપના આગેવાનોએ બુકે આપી દબદબાભેર સન્માન કર્યુ હતુ અને શુભેચ્છાઓ પાઠવી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution