‘કોરોનિલ’ કોવિડની દવા હોવાના દાવાને રામદેવ પરત ખેંચે : હાઇકોર્ટ


નવી દિલ્હી:યોગ ગુરુ બાબા રામદેવની વિરુદ્ધ અનેક ડોક્ટરોના સંગઠનોની અરજી પર સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી કે કોરોનિલ એ કોરોના રોગચાળાનો ઈલાજ છે. અરજીમાં ડૉક્ટર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે રામદેવ દ્વારા પ્રોડક્ટના વેચાણને વધારવા માટે ખોટી માહિતી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અગાઉ ૨૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કોર્ટે રામદેવ અને અન્યને સમન્સ જારી કર્યા હતા.વિવિધ ડોકટરોના સંગઠનોની અરજી પર પોતાનો ચુકાદો આપતા, દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને કોરોનાને કારણે થતા મૃત્યુ માટે એલોપેથીને જવાબદાર ઠેરવતા અને કોરોનિલને પ્રોત્સાહન આપવાના તેમના દાવા પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો.કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જાે બાબા રામદેવ ત્રણ દિવસની અંદર પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેને તાત્કાલિક હટાવી લે.બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરૂદ્ધ પણ યોગ ગુરુ રામદેવ સામે અનેક ડોક્ટરોના સંગઠનો દ્વારા કોરોનિલને કોરોના મહામારીનો ઈલાજ હોવાના દાવા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.અરજીમાં ડૉક્ટર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે રામદેવ દ્વારા પ્રોડક્ટના વેચાણને વધારવા માટે ખોટી માહિતી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution