રેમડેસિવિરની કાળાબજારી, વધુ 4 મોતના સોદાગરો ઝડપાયા

અમદાવાદ-

ગુજરાત માં કોરોનાનો કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશન નો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડેસિવિર ઇંજેકશનની કાળા બજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇંજેકશન સાથે રામોલ પોલીસે ઝડપી પાડયા છે.

બાતમી આધારે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવરને પોલીસે પકડી પાડ્યા હતા. રામોલ પોલીસને બાતમી મળી હતી કે કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇંજેકશન સાથે ઝડપાડ્યા હતા. આ ચારેય યુવાનોમાંથી ઇંજેકશન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇંજેકશન મેળવ્યા હતા. શશાંક અને નિલ બને રૂ.૨૬ હજારમાં વિકાસ અને પ્રવીણ ને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ ૨૬ હજાર ની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે ૩૦ થી ૪૦ હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.

ત્યારે રામોલ પોલીસની તપાસ હાલ એ ચાલી રહી છે કે શશાંક અને નિલને ઇંજેકશન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે રામોલ પોલીસ (ર્ઁઙ્મૈષ્ઠી) ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇંજેકશન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી. એટલે કે જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે. ત્યારે જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે. અને વધેલા ઇંજેકશન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે પણ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution