રકુલપ્રીત કોરોના પોઝિટિવ,કહ્યું “મારા સંપર્કમાં આવેલા તમામ કોરોના ટેસ્ટ કરાવે”

મુંબઇ 

રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. રકુલે કહ્યું હતું, 'હું તમામને કહેવા માગું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં ક્વૉરન્ટીન છું. મારી તબિયત સારી છે અને આરામ કરી રહી છું. વિનંતી કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ કોરોનાનો ટેસ્ટ કરાવી લે.'

કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં રકુલ હૈદરાબાદમાં 'મેડે'નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તે પાયલોટના રોલમાં જોવા મળશે. અજયે 11 ડિસેમ્બરના રોજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મ 2022માં 29 એપ્રિલે રિલીઝ થશે. 

ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં જ ચંદીગઢમાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હાલમાં તેઓ નેગેટિવ છે અને ફરી પાછું શૂટિંગ શરૂ કરી દીધું છે. સિંગર કનિકા કપૂર, અમિતાભ-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા સહિતનાં સેલેબ્સે કોરોનાને માત આપી હતી. સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution