રાજકોટ: કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો, આટલા કોંગી ઉમેદવારો ના ફોર્મ રદ થયા

રાજકોટ-

રાજકોટ માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ના ફોર્મ રદ કરી દેવામાં આવતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.  મળતી માહિતી મુજબ વોર્ડ નં-1 અને વોર્ડ નં-4 માં એક એક ઉમેદવાર ના ફોર્મ રદ થયા છે જેમાં વોર્ડ નં-1 માં મેન્ડેડ મુદ્દે ભરત શિયાળ નું ફોર્મ રદ થયું છે જયારે વોર્ડ નં-4 માં નારણ સાવશેતા નું 3 બાળકો મામલે ફોર્મ રદ થયું છે, જોકે,ડમી ઉમેદવાર રામભાઈ આહીર નુ ફોર્મ માન્ય રહ્યુ છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે 72માંથી 71 ઉમેદવાર ચૂંટણી લડશે.

આજે રાજકોટ ખાતે વોર્ડ નં.1 ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ થતા ભારે ચર્ચાઓ ઉઠી હતી. ફોર્મની તપાસમાં જાણવા મળ્યું છે કે, વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાને 3 પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ભરતભાઈ શિયાળને મેન્ડેટ જ મળતા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે વોર્ડ નં.4માં નારણભાઇ સાવસેતાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution