રાજકોટ: આ વોર્ડમાં ભાજપ ઉમેદવાર માત્ર 11 મતથી જીતનો સ્વાદ ચાખ્યો

રાજકોટ-

એક એક મતની કિંમત કેટલી હોય છે તે કદાચ રાજકોટના ભાજપના મહિલા ઉમેદવારને બહુ સારી રીતે સમજી ગયા હશે. ૨૧મી તારીખે યોજાયેલી ચૂંટણી બાદ હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ગુજરાતના તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં વોર્ડ નંબર ૧૬માં ભાજપના મહિલા ઉમેદવારની માત્ર ૧૧ મતથી જીત થઈ છે. વોર્ડ નંબર ૧૬ના ભાજપના ઉમેદવાર રુચિતાબેનની માત્ર ૧૧ મતે જીત થઈ છે. તેમની સામે ઊભા રહેલા કાૅંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગેરીયાને ૮,૫૮૯ મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જાેશીને ૮,૬૦૦ મત મળ્યા છે.

રાજકોટ શહેર ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ રહી છે ત્યારે પાર્ટી તરફથી વિજયોત્સવની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યાલય ખાતે ઉજવણી માટે મીઠાઈ પણ લાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કાર્યકરો ઢોલના તાલે ઝૂમે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સાથે જ જીતને ખુશીમાં ફટાકડા પણ ફોડવામાં આવશે.

રાજકોટના વોર્ડ નંબર ૮માં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. બીજી તરફ કાૅંગ્રેસ અને આપ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે. તો વોર્ડ નંબર ૧૩માં કાૅંગ્રેસના ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે. જ્યારે કાૅંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરની ડિપોઝીટ બચી હતી. વોર્ડ નંબર ૧માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ડૉ. અલ્પેશ મોરજરિયા, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત થઈ છે.

વોર્ડ નંબર ૧૩માં ભાજપના ઉમેદવારને મળેલા મતઃ

જયાબેન ડાંગર - ૧૩,૭૮૭

નીતિન રામાણી - ૧૪,૦૮૫

સુરેન્દ્રસિંહ વાળા - ૧૨,૮૧૬

સોનલબેન સેલારા - ૧૧,૪૩૮

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution