રાજકોટ-
ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે. વોર્ડ નંબર 9ના પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયાએ પોતાની પાર્ટી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. શિલ્પાબેન જાવિયા મનપામાં કાયદો અને વ્યવસ્થા સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ટિકિટ આપવામાં પાર્ટી મનમાની કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોતે કરેલા કામની કદર ન કરી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે. શિલ્પાબેન જાવિયાએ કહ્યું, કડિયા સમાજની પરંપરાગત બેઠકમાં સમાજને ટિકીટ ન આપી અન્યાય કર્યો છે. કડીયા સમાજને અન્યાય કર્યાનો આક્ષેપ અને કાર્યકરોમાં પણ નારાજગી હોવાનું શિલ્પાબેન જાવિયાએ જણાવ્યું છે.