રાજકોટ-
કોંગ્રેસના પૂર્વ નેતા ઇન્દ્રીનલ રાજગુરુની ગુરુવારે કોંગ્રેસમાં ઘરવાપસી થઇ ગઇ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે જૂના સાથી ઈન્દ્રનીલ રાજગુરુને આવકારાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમનો પક્ષમાં પુનઃપ્રવેશ કરાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજગુરૂની આશરે ત્રણ વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. તેમણે 2017ની ચૂંટણીઓ બાદ મનદુઃખ થતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું. નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના કોંગ્રેસના પૂર્વ નેતા હતા. હમણા 19 જૂનો થયેલી રાજ્યસભાની ચંટણીઓ પહેલા કોંગ્રેસના 65 ધારાસભ્યોને ઇન્દ્રનીલે પોતાના રાજકોટના રિસોર્ટમાં આશ્રય આપ્યો હતો. જેના કારણે રાજકોટ પોલીસે લોકડાઉનનો ઉલ્લંઘન કરી પોતાની માલિકીની સિટી કલબમાં કોંગી ધારાસભ્યોને આશ્રય આપવા બદલ કેસ નોંધ્યો હતો.