રાજકોટ-
રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩ર પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૩ર નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૫૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૪૮૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૬.૪૮ ટકા રિકવરી રેટ થયો છે. ગઇકાલે કુલ ૩૮૬૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪ ટકા થયો હતો. જયારે ૯૪ દર્દીઓને સાજા થયા હતા. છેલ્લા છ મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૮૬,૬૪૪ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪૮૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૧ ટકા થયો છે.