રાજકોટ: BMW કાર ચાલકે બાઇકને લીધો હડફેડે, બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

રાજકોટ-

રાજકોટમાં ગત મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક પુરપાટ ઝડપે આવતી BMW કારે બાઈક સવારને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતમાં 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડના મોત અંગે થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. કારચાલક લક્કીરાજ ફાર્મહાઉસમાં પાર્ટી કરીને પરત આવતો ફરી રહ્યો હતો. તે કેફી પદાર્થ પીને કાર ચલાવતો હોવાથી અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક લક્કીરાજ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે પાર્ટી કરી પરત ફરી રહ્યો હતો અને કેફી પદાર્થનું સેવન કરેલું હતુ. રાજકોટ-અમૂલ સર્કલ નજીક થયેલા આ અકસ્માતનમાં BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં BMW નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કારચાલકે બાઇક ચાલકને હડફેડે લેતા કોર્પોરેશનના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ACP ટંડેલે જણાવ્યું હતું કે, ગત રોજ અમુલ સર્કલ પાસે BMW કાર ચાલકે કેફી પ્રદાર્થ પીધેલી હાલતમાં કાર ચલાવતો હતો. તેણે બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈકચાલક જયંતીભાઈનું મોત નીપજ્યું હતું. આજે કારચાલક લક્કીરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution