રાજકોટ-
ગોંડલના કેશવાળા ગામે દર્દીઓના જીંદગી સાથે ચેડા કરતા બોગસ તબીબને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ ગોંડલના કેશવાળા ગામે ચિરાગ હરસુખભાઇ કોઠારી કોઇપણ જાતની ડીગ્રી વગર કલીનીકમાં રેઇડ કરી તપાસ કરતા બોગસ તબીબ ચિરાગ કોઠારી પાસે કોઇપણ જાતનું તબીબી સારવાર કરવા માટેનું સર્ટી મળી આવ્યુ ન હતું. તાલુકા પોલીસે બોગસ તબીબ ચિરાગની કલીનીકમાંથી એલોપેથીક દવાઓ તથા અન્ય સાધનો મળી કુલ ૩ર,૧૪૪ નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયલ બોગસ તબીબ ચિરાગ છેલ્લા દોઢ વર્ષથી કેશવાળા ગામે કોઇપણ ડીગ્રી વગર કલીનીક ચલાવતો હતો.