રાજકોટ-
રાજકોટ શહેરમાં આવેલ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ ઓવરબ્રિજ પરથી બાઈક સાથે બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ટ્રકની અડફેટે ચડ્યા હતા. જે ઘટનામાં એક યુવાનનું મોત થયું હતુ. જ્યારે બીજા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનનું નામ સતિષકુમાર સિંગ અને તે મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી રહી છે.ગ્રીનલેન્ડ ચોકડીએ અમદાવાદથી રાજકોટ આવતા પ્રવાસી માટેનો એન્ટ્રી ગેટ છે. ત્યારે આજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે આવીને રોડ પરથી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જેને લઈને હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.