રાજ કુંદ્રાએ મને મેસેજ કર્યો હતો, ભગવાન કરે આ વ્યક્તિ જેલમાં જ સડતો રહે, જાણો કોણે લગાવ્યો આરોપ

મુંબઈ-

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે સોમવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને અને તેના સાથી રયાન થારપને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં આ મામલે યુટ્યુબર પુનીત કૌરની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે દાવો કર્યો છે કે રાજ કુંદ્રાએ તેનો પણ કુખ્યાત અશ્લીલ એપ 'હોટશોટ્‌સ'ના વીડિયોમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો.

પુનીત કૌરે સોશિયલ મીડિયા સ્ટોરી પર ઘણા ફોટો શેર કરતાં લખ્યું, ‘બ્રો, શું તને યાદ છે આપણો વેરિફાઈડ વીડિયો, જ્યાં તેણે મને હોટશોટ્‌સમાં કામ કરવા માટે ડ્ઢસ્ (ડાયરેક્ટ મેસેજ) કર્યો હતો?’આ કેપ્શન પુનીતાએ પોતાના એક મિત્ર હરમનને ટેગ કરતાં લખ્યું છે.પુનીત કૌરે આગળ લખ્યું, આ વ્યક્તિ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે મારી પાસે પહેલી વખત રાજ કુંદ્રાનો ડ્ઢસ્ આવ્યો હતો, ત્યારે મને લાગ્યું હતું આ એક સ્પેમ છે. ભગવાન કરે અને આ વ્યક્તિ જેલમાં જ સડે. તેને પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર રાજ કુંદ્રા સાથે સંબંધિત અન્ય ઘણા સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. પુનીત કૌર પહેલા ઘણા લોકો રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. સાગરિકા શોના સુમને પણ આરોપ લગાવ્યો હતો કે, રાજ કુંદ્રાની કંપની દ્વારા તેને એક વીડિયો કોલ દ્વારા વચ્ર્યુઅલ ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેના કહેવા મુજબ, વીડિયો કોલમાં હાજર એક વ્યક્તિએ તેને ન્યૂડ ઓડિશન આપવા માટે કહ્યું હતું. પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી આ ડિમાન્ડ બાદ સાગરિકાએ ઓડિશન આપવાની ના પાડી દીધી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution