મુંબઇ
શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે અને હિલેરિયસ પોસ્ટથી તેના ફેન્સને મનોરંજન પણ પૂરુ પાડતો રહે છે. હાલમાં રાજે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને રણવીર સિંહની બોડી પર પોતાનો ચહેરો ચીપકાવી દીધો છે.
ફિલ્મ 'ગોલીયો કિ રાસલીલા રામ-લીલા'ના સોન્ગ 'તત્તડ...તત્તડ'માંથી રણવીરનો વીડિયો લીધો છે, જેમાં તેની સખત બોડી જોવા મળી રહી છે. રાજે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ સાથે શેર કર્યો છે. જેની સાથે તેણે પોતાના એબ્સ અને ટોન્ડ બોડી હોવાની મજાક પણ કરી છે.
પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'મારા એબ્સ સારી રીતે બહાર આવી રહ્યા છે. રણવીર સિંહ શું કહેવું છે. અઠવાડિયાની વચ્ચેની કેટલીક મસ્તી #rajfuntra'. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, 'ઓહ. હું આવવા એબ્સ વિશે વાત નહોતી કરતી'. તો એક્ટ્રેસ નિલમ કોઠારીએ લખ્યું છે કે, 'આ કૂલ છે'.