આગ્રામાં વરસાદે ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો

આગ્રા: તાજાનગરી આગ્રામાં ૪ દિવસમાં ૩૫૩.૫ દ્બદ્બ વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, હાઇવે પર પણ પાણી પહોંચી ગયા હતા. સાથે જ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, બેબીતાજ, ફતેહપુર સીકરી, રામબાગ જેવી ઐતિહાસિક ઈમારતોને પણ વરસાદી પાણીના કારણે ઘણું નુકસાન થયું છે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે વરસાદને કારણે તાજમહેલના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા હતા.આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ તાજમહેલ પહોંચી અને તપાસ કરી હતી. વરસાદ દરમિયાન તાજમહેલના મુખ્ય મકબરામાં ઘણી જગ્યાએથી પાણી ટપકતું હતું. છજીૈં અધિકારીઓના જણાવ્યા અનુસાર, પિત્તળના કળશથી મકબરા પર પાણી ટપકતું હતું. કળશની સ્થાપનામાં ઘણા સાંધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને કાટ લાગ્યો હોવાની શક્યતા છે. સપાટી સૂકાયા પછી ગ્રાઉટિંગ અને પેકિંગ કરવામાં આવશે. બીજી તરફ યમુનાના વધતા જળ સ્તરને કારણે તાજમહેલના પાયાના કુવા પર રાખવામાં આવેલા સાલના લાકડાને જીવન મળ્યું છે.

એએસઆઇના અધિક્ષક પુરાતત્વવિદ્‌ ડો. રાજકુમાર પટેલ તાજમહેલના વરિષ્ઠ સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયી અને એન્જિનિયરોની ટીમ સાથે શુક્રવારે તાજમહેલની છત લીક થવાની સમસ્યાની તપાસ કરી હતી. એએસઆઇ ટીમે તે જગ્યા શોધી કાઢી હતી, જ્યાંથી તાજમહેલમાં પાણી ટપકતું હતું. પાણી લીકેજ થવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજમહેલનો મુખ્ય મકબરો ડબલ ડોમ છે. ઉપરની છત પર પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા છે. પરંતુ સતત વરસાદને કારણે નીચેની છત પર પાણી આવી ગયા હતા. જેના કારણે મુમતાઝ અને શાહજહાંની કબરો પર ટીપા ટપક્યા હતા.શુક્રવારના રોજ આગ્રા કિલ્લાના વરિષ્ઠ સંરક્ષણ સહાયક કલંદર બિંદે ટીમ સાથે મુસમ્મન બુર્જ, દીવાન-એ-આમ, મોતી મસ્જિદ, ખાસ મહેલ સહિત અન્ય સ્મારકોનું નિરીક્ષણ કર્યું.એએસઆઇની ટીમને આગરા કિલ્લાના ખાસ મહેલમાં ભીનાશ જાેવા મળી હતી. બેબી તાજ, ફતેહપુર સીકરી, રામબાગ મેમોરિયલને પણ વરસાદી પાણીના કારણે નુકસાન થયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution