24 કલાક બાદ વરસાદનું જાેર ઘટશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ-

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક પણ મેઘમહેર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૪ કલાક બાદ વરસાદનું જાેર ઘટશે. જાે કે અહીં નિરાશ થવાની જરૂર નથી. કેમ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૮મી જુલાઈથી બંગાળમાં લો પ્રેશર સર્જાશે. જેને કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાક રાજ્યમાં મેઘમહેર રહેવાના એંધાણ છે. જાે કે ૨૪ કલાક બાદ વરસાદનું જાેર ઘટશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે નોંધપાત્ર વરસાદ થશે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૮ જુલાઈએ બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાશે. જેની અસર ગુજરાતમાં પણ જાેવા મળશે. અને આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં પણ સારી એવી માત્રામાં મેઘમહેર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદ થશે. આ સાથે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદ થશે. અને ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution