વાતાવરણમાં એરોસોલ કણોની વધુ માત્રાને કારણે વરસાદમાં ઘટાડો નોંધાયો


નવીદિલ્હી:ગુજરાત સહિત ભારતમાં ચોમાસના પગરવની સાથે હવે દેશભરમાં વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, ઇસરો, તિરુવનંતપુરમની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ દાવો કર્યો છે કે, પ્રિ-મોન્સુન સિઝનમાં વરસાદમાં ઘટાડો થયો છે. સંશોધન મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં સરેરાશ વાર્ષિક ૧.૫ મીમી વરસાદ અને ઉત્તર પૂર્વ ભારતમાં ૧ મીમી પ્રતિદિન વરસાદનો ઘટાડો થયો છે.

સંશોધકોએ વર્ષ ૨૦૦૦-૨૦૧૯ ની વચ્ચેના હવામાન પરિવર્તનને કારણે ચોમાસા પહેલાની ઋતુમાં (માર્ચ, એપ્રિલ, મે) વરસાદમાં થતા ફેરફારોનો અભ્યાસ કર્યો છે. આ સંશોધન નેચર સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ઇસરોના સંશોધન મુજબ બંગાળની ખાડી, મ્યાનમારનો કિનારો, પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં ચોમાસા પૂર્વેની મોસમ દરમિયાન દરરોજ ૬-૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. મે મહિનામાં આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો પરંતુ હવે તેમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં ભારે વરસાદના દિવસોની સંખ્યામાં વાર્ષિક ૩ ટકાનો ઘટાડો થયો છે. અરબી સમુદ્રના લક્ષદ્વીપ વિસ્તારમાં એપ્રિલ-મેમાં વરસાદમાં ૨-૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.ભારતમાં ચોમાસા પૂર્વેનો વરસાદ એ ભારતમાં ખેતી માટે મહત્વપૂર્ણ છે. તે કૃષિ અને જળ સંસાધનોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશના કૃષિ ક્ષેત્રોમાં પ્રિ-મોન્સુન વરસાદની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રી-મોન્સૂન સીઝનમાં ભારતમાં સરેરાશ ૧૧૦-૧૨૦ મીમી વરસાદ પડે છે. આ કુલ વરસાદના ૧૧ ટકા જેટલો છે. પ્રિ-મોન્સુન વરસાદના અભાવે તાપમાન પર પણ અસર પડે છે.ઉત્તર પશ્ચિમ ભારત (હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો) જ્યાં પ્રિ-મોન્સુન સિઝનમાં ઓછો વરસાદ પડ્યો હતો, ત્યાં દર વર્ષે ૦.૨૫ મીમી થી ૦.૫ મીમી પ્રતિદિન વધારાનો વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે આ વિસ્તારોમાં દરરોજ ૨ મીમીથી ઓછો વરસાદ પડે છે. જ્યારે વરસાદી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution