મુંબઈ-
ટેલિકોમ સેક્ટરમાં પોતાના હસ્તક સંપૂર્ણ માલિકી હોય એવા એક સેક્ટરનો 27.2 ટકા હિસ્સો સરકાર સંપૂર્ણપણે વેચી રહી છે અને તેને પગલે તેના પબ્લિક ઈશ્યુ આજથી બજારમાં આવી રહ્યા છે. રેલવે ટેલિકમ્યુનિકેશનમાં સરકાર જે પણ કોઈ ફેરફાર કે સુધારા કરશે તેની સીધી અસર આ કંપનીના શેરો પર થવાની છે. આ કંપની વિદેશોમાં પણ રોકાણ કરવાનું આયોજન ધરાવતી હોવાથી તેનો લાંબાગાળે ફાયદો જોઈ શકાય. તેને પગલે આ ઈશ્યુમાં લાંબાગાળાના રોકાણકારો ચોક્કસ પોતાનો લાભ જોઈ શકે.
રેલવે ખાતા હસ્તકની આ જાહેરક્ષેત્રની કંપનીના ઈશ્યુ આજે બજારમાં લિસ્ટ થશે. 819 કરોડ રુપિયાના આ આઈપીઓની આરંભિક કિંમત કે જે રોકાણકારોને શેરદીઠ ઓફર કરવામાં આવી હતી એ 93 થી 94 રૂપિયા વચ્ચેની હતી. આ કંપની દેશભરમાં બ્રાન્ડેડ અને મલ્ટિમિડિયા ટેલિકોમ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. પ્રમાણમાં ખૂબ ઓછા સમયમાં ભરાઈ ચૂકેલા આ કંપનીના શેરને આજે બજારમાં લિસ્ટીંગ મળે તેની રાહ જોવાય છે. રોકાણકારોને આરંભે જ કેવો લાભ થાય છે, તેના પર સૌની નજર રહેશે.