મુંબઇ
હોસ્પિટલમાં દાખલ અભિનેતા રાહુલ રોયની હાલત હવે સુધરી રહી છે. મળતી માહિતી અનુસાર, તેની સ્થિતિ બુધવારે મંગળવાર કરતા વધુ સારી હતી. આ કારણોસર, ડોકટરોએ તેમને આઈસીયુમાંથી કાઢીને તેને નોર્મલ વોર્ડમાં ખસેડયા છે. ડોક્ટરોએ રાહુલની સ્પીચ અને ફીશીકલ થેરેપીને લઈને કામ શરૂ કરી દીધું છે.
'આશિકી' ફેમ અભિનેતા રાહુલ રોયને કારગિલમાં તેમની ફિલ્મ 'LAC: Live the Battle'ના શૂટિંગ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેને ત્યાંથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું હતું
રાહુલ રોયના પરિવાર પાસેથી જાણવા મળ્યું છે કે તેમની તબિયતમાં ઘણો સુધારો છે અને તે હવે જોખમની બહાર છે. તેમને આવતીકાલે આઇસીયુમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અભિનેતા નિશાંત મલકાણી પણ આ ફિલ્મમાં જોવા મળશે. નિશાંતે રાહુલની તબિયત વિશે જણાવ્યું હતું કે, "આ બધું મંગળવારે થયું હતું. જ્યારે અમે બધા સોમવારે રાત્રે સુવા ગયા ત્યારે તે ઠીક હતા." નિશાંતે કહ્યું કે શક્ય છે કે હવામાનને કારણે તેમના સ્વાસ્થ્યને અસર થઈ કારણ કે જ્યાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાનું તાપમાન -૧૫ ડિગ્રી સેન્ટીગ્રેડ હતું.